વાંસદાના વાંદરવેલા ગામે નદી કિનારે થયેલ ભગતની હત્યાનો ભેદ ઉકેલતી વાસદા પોલીસ ટીમ ને મળી સફળતા

અમિત મૈસુરીયા

———
આરોપી ધીરુભાઈને ઘણા સમયથી પેટમાં દુખતું હોય, મૃતક ભગત પાસે ગયો હતો, ત્યારે ભગતે તેને નદી કિનારે વિધિ કરવી પડશે ત્યારે પેટનો દુખાવો મટી જશે એમ જણાવેલ તેથી બંને નદી કિનારે વિધિ કરવા ગયા હતા, ત્યાં બંને વચ્ચે અણબનાવ થઈ જતા આરોપીએ ભગત પતાવી દીધો..!
——

વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે ભગતની ઘાતકી હત્યાએ ચકચાર મચાવી દીધી હતી જો કે નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભગતના પાડોશી જ હત્યારા ને ઝડપી તપાસ હાથ ધરી છે.એ હત્યાની ઘટનાની તપાસમાં અનેક ચોંકાવનારા રહસ્યો બહાર આવશે તેવા સંકેત જણાય રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘાબારી ગામના કુકણીવાડ ફળીયાના રહેવાસી ઝીણાભાઈ મંગલભાઈ પટેલની રહસ્યમય સંજોગોમાં વાંદરવેલા ગામના પાવડી ફળીયા નદી પાસે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો, ત્યારે વાંસદા પોલીસ ટીમે ગુનેગારને શોધવા માટે તુરંત તજવીજ હાથ ધરતા હત્યારો ગણતરીના કલાકોમાં ઝડપાઇ ગયો હતો.

વાંસદા તાલુકાના વાંદરવેલા ગામની ગીતાવણી નદી દક્ષિણથી ઉત્તર વહેણના પુર્વ કિનારે નદીના પટમાં એક શંકાસ્પદ લાશ મળી આવી હતી, આ લાશ વાઘાબારી ગામના ઝીણાભાઇ મંગળભાઈ પટેલની હોય અને મૃતકને કોઈક અજાણ્યા ઈસમે અગમ્ય કારણસર તિક્ષ્ણ હથિયાર વડે ડાબી સાઇડે આંખથી કાન વચ્ચેના ભાગે તેમજ ડાબા કાનની પાછળ માથાના ભાગે ઘા કરી જીવલેણ હુમલો કરી મોઢા ઉપર કોઈક જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવાનો પ્રયત્ન કરી મુત્યુ નીપજાવેલ હોય જેથી હત્યાનો ગુનો શોધી કાઢવા વાંસદા પોલીસ ટીમએ તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાનો ગુનેગાર શોધી કાઢવા બનાવની આજુબાજુના સી.સી.ટી.વી તેમજ ટેકનીકલ તેમજ હુમન સોર્સથી માહિતી મેળવવા એક્ટિવ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન ટેકનીકલ તેમજ હુય્મન સોર્સથી એલ.સી.બી. ટીમને માહિતી મળી હતી કે, મૃતક ઝીણાભાઈ મંગળભાઈ પટેલ (રહે. ગામ- વાઘાબારી)ની હત્યા તેના જ ગામમાં રહેતા ધીરૂભાઇ મીઠ્ઠલભાઇ પટેલ (રહે.ગામ-વાઘાબારી)એ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

ધીરુભાઇના ઘરે જઇ તપાસ કરતા, તે ઘરે મળી આવ્યો હતો, તેને વાંસદા પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ભાંગી પડતા ગુનાની કર્યા અંગેની કબુલાત કરેલ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ધીરુભાઈને ઘણા સમયથી પેટમાં દુખતું હોય, મૃતક ભગત ઝીણાભાઈ પાસે ગયો હતો, ત્યારે ભગત ઝીણાભાઈએ તેને નદી કિનારે વિધિ કરવી પડશે ત્યારે પેટનો દુખાવો મટી જશે એમ જણાવ્યું હતું. તેથી બંને વાંદરવેલા નદી કિનારે વિધિ કરવા ગયા હતા, ત્યાં બંને વચ્ચે અણબનાવ થઈ જતા આરોપી ધીરૂભાઇએ ભગત ઝીણાભાઈ ની હત્યા કરી દીધી હતી.

આ કેસની આગળની વધુ કાર્યવાહી વાંસદા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વાંદરવેલા ગામમાં થયેલ આ હત્યાનો ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવા માટે વાંસદા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.જે.જાડેજા,પી.આઈ. એન.એમ.આહીર, પી.આઈ. એમ. ડી. ગામીત, પી.આઈ. એસ.વી. આહિર,પી.આઈ. ડી.એમ રાઠોડ, પી.આઈ. આર.એસ.ગોહિલ, પી.એસ.આઈ. વાય જી.ગઢવી,એ.એસ.આઈ. સુનીલસિંહ દેવીસિંહ,હેડ કોન્સ્ટેબલ અયાઝ મતરફ,કોન્સ્ટેબલ અર્જુનભાઇ પ્રભાકરભાઈ, કોન્સ્ટેબલ સંદિપભાઇ પીઠાભાઇ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કિશોરસિંહ, કોન્સ્ટેબલ અવિનાશસિંહ જગજીતસિહ, કોન્સ્ટેબલ કુલદિપસિંહ વિક્રમસિંહ અને વાંસદા પોલીસ સર્વેલન્સ ટીમ તેમજ તમામ એલ.સી.બી.નવસારીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

રાજકોટ માં બંગાળી બાળ મજુરો ને ઠેકેદાર પાઈપ થી માર મારી કામ કરાવતો, પોલીસે મુકત કરાવ્યા.

વાંસદા તાલુકાના સરપંચે યુદ્ધના ભય વચ્ચે સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો, વાંસદા પોલીસે દુબળ ફળીયાના સરપંચ મહેન્દ્ર પટેલ ની કરી ધરપકડ ..

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક સરપંચ દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. વાંસદા તાલુકાના દુબળ ફળીયા ગામના સરપંચ મહેન્દ્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!