
વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન કેલીયા ડેમ ઓવરફલો થયો.
…………
જગતના તાંતમાં ખુશીનો માહોલ !
…………
ડો.લોચન શાસ્ત્રી સહિત આગેવાનોએ નવા નીરના વધામણાં કર્યા .
…………….
વાંસદા તાલુકાનો કેલીયા ડેમ ઓવરફ્લો થતા વાંસદા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સંજય પટેલ સાથે મહામંત્રી ડો.લોચન શાસ્ત્રી,પ્રકાશ પટેલ , આદિજાતિ મોરચા પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલ, જિલ્લા મહામંત્રી ગણપત માહલા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ માધુભાઇ, માજી તાલુકા પંચાયત પ્રમુખ શાંતુ ભાઇ, તાલુકા પંચાયત સભ્ય યોગેશ ભાઇ , દશરથ ભાઇ સહિત અન્ય આગેવાનોએ પુષ્પ અર્પણ કરી નવા નીરના વધામણાં કર્યા હતા.

વાંસદા ચીખલી વિસ્તારના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે એવી આશા સેવી હતી. આ સાથે જલદેવીને ધરતી માતા કાયમ માટે હરિયાળી રહે અને જગતના તાત પર આપણી અમી દૃષ્ટિ બની રહે એવી પ્રાર્થના ડો.લોચન શાસ્ત્રીએ કરી નવા નિરના પુષ્પ અર્પણ કરી વધામણાં કર્યા હતા. આનાથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
અમિત મૈસુરીયા
