સોસીયલ મીડિયામાં ફરતી પત્રિકામાં દારૂબંધી અંગે પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા
ઉનાઈ: વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ પંથકમાં ગુજરાતમાં દારૂબંધીનો છેદ ઉડાડતી પત્રિકા સોસીયલ મીડિયામાં વહેતી થતા દારૂબંધી અંગે અનેક સવાલો ઉદભવી રહ્યા છે .
પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાઈ પંથકમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઉનાઈ ગામના બે બુટલેગરો જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય જેમને અગાઉ પોલીસ દ્વારા રેડ કરી ધંધો બંધ કરવામાં આવ્યો હતો જેઓ ફરી દારૂના ધંધોમાં સક્રિય થતાં અજાણ્યા શખ્સ દ્વારા દારૂના ધંધામાં ફરી સક્રિય થયેલા બુટલેગરો વિરુદ્ધ પત્રિકાઓ છપાવી હતી તેમજ સોસીયલ મીડિયામાં વહેતી કરી હતી તેમજ પત્રિકામાં જણાવ્યા પ્રમાણે બુટલેગરોને પોલીસના બે અધિકારીઓના છુપા આશીર્વાદ હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોય જેથી આ પત્રિકા દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે જે તપાસનો વિષય બનવા પામ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય છતાં હાલમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બની હતી જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જે બાદ ગુજરાતભરની પોલીસ દારૂબંધી અંગે કડક પગલાં લીધા હતા જોકે થોડા સમયમાં ફરી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય એવું આ પત્રિકા સ્વરૂપે અજાણ્યા શખ્સ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જેથી દારૂબંધીનો ઉનાઈ પંથકમાં છેદ ઉડી રહ્યો છે એવું પ્રતીત થઈ રહ્યુ છે જેથી આવનાર દિવસોમાં ફરી વાંસદા તાલુકામાં લઠ્ઠાકાંડ થાય તો નવાઈ નથી જેથી આ દિશામાં પોલીસ તંત્ર દ્વારા તાપસ કરી જરૂરી પગલાં લેવાની જરૂર જણાય રહી છે.
REPORT:- TODAY 9 SANDESH NEWS