ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના ચૂંટણીમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં નંબર એક સુરેન્દ્રભાઇ ગાવિત નો વિજય થયો છે
ત્રણ તાલુકા વધઈ સુબીર અને આહવા માં કુલ મતદાન 1470 થયું હતું તેમાં પેનલ નંબર એક સુરેન્દ્રભાઈ ગાવીત ને 582 મત મળ્યા. પેનલ 3 રણજીતભાઈ પટેલ 36 મતે કટોકટીમાં હારી ગયા. મહામંત્રીમાં ચિંતનભાઈ પટેલ વિજેતા બન્યા છે.
ખજાનચીમાં દલપતભાઈ પટેલ વિજેતા બન્યા છે સુનિલભાઈ કે ચૌધરી અને વિજયભાઈ આર પટેલ આંતરિક તરીકે વિજેતા થયા છે આ પ્રસંગે સુરેન્દ્રભાઇ ગાવિતે મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે અને ખંત અને નિષ્ઠા પૂર્વક કામ કરવાની બાંહેધરી આપી છે
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-