૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ના ઉજવણીના ભાગરૂપે આ સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સૌપ્રથમ સાત મિનિટની પાર્ટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ની કામગીરીની એક વિશેષ વિડીયો દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સંમેલનના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક ધવલભાઇ પટેલ,ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહ, પ્રદેશ સહ ઇન્ચાર્જ દક્ષિણ ઝોન પાર્ટી સ્થાપના દિવસ 2025 જગદીશભાઈ પારેખ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા.
પિયુષ ભાઈ પટેલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. મહેશભાઈ ગામીત અને વિરલભાઈ વ્યાસ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ દ્વારા કાર્યકરોનું ઉત્સાહ વધે અને નવનિયુક્ત મંડળના હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ મુખ્ય વક્તા જગદીશભાઈ પારેખ દ્વારા પાર્ટીના ઇતિહાસથી લઇ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને સરકાર દ્વારા કરવામાં આવેલા વિશેષ કામોનો ઉલ્લેખ કરી સૌ કાર્યકરોને સંબોધ્યા હતા.
મહામહિમ રાષ્ટ્રપતિ સાથે પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશની સફળ રાજનૈતિક પ્રવાસ કરીને સ્વદેશ પરત ફરેલા વલસાડ ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક ધવલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ થી કાર્યકરો ઉત્સાહિત થયાં હતાં.
ધવલભાઇ પટેલ દ્વારા ચીખલી ખેરગામ અને વાંસદા મંડળના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા સાથે જ એમણે કરેલા વિદેશ પ્રવાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સંસદમાં છેલ્લા સત્રમાં પસાર થયેલ વકફ બોર્ડ બિલ વિશે અનુસૂચિ પાંચ અને છ નો વિશેષ સમાવેશ કરવામાં આવે એની જે કમિટી સમક્ષ રજૂઆત કરી હતી અને એ રજૂઆત ને બિલ માં સમાવેશ કરવામાં આવ્યો હતો જેને લઇ હવે અનુસૂચિ પાંચ અને છ ના આદિવાસી વિસ્તારોમાં વકફ બોર્ડ હવે જમીન અધિકરણ કરી શકશે નહીં તેનો ઉલ્લેખ કર્યો હતો.
ઉનાઈ ખાતે બનવા જઈ રહેલા રામ મંદિર કે જેનું ખાતમુર્હુત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું જે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.
: ધવલભાઈ પટેલ
આ કાર્યક્રમમાં સ્ટેજ વાંસદા મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી, દશરથભાઈ ભોયા, ચંદુભાઈ જાદવ દ્વારા સંભાળવામાં આવ્યો હતો..આભાર વિધિ મંડળના ઉપપ્રમુખ જીવલભાઈ દ્વારા કરવામાં આવી હતી. અંતે આ કાર્યક્રમ ને સફળ બનાવવા મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી તેમજ પ્રકાશભાઈ પટેલ, તથા વાંસદા મંડળની ઉપપ્રમુખ ,મંત્રી , કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી સાથેની આખી ટીમ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટ -અમિત મૈસુરીયા
TODAY 9 SANDESH NEWS