વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો
ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના સમયથી પાંચમથી શરૂ કરી, અગિયારસ સુધી એક અઠવાડિયા સુધી અવિરતપણે છેલ્લા 155 વર્ષથી શ્રી નામ સપ્તાહ મંડળ વાંસદા દ્વારા દર બે કલાકની વારી એવી પાંચ વારી પાડી સતત સાત દિવસ સુધી ભજન થાય છે .
આ સાત દિવસ આખું વાંસદા નગર શ્રી હરિનામ નાં ભજનમય વાતાવરણ માં લીન થઈ જાય છે
જેમાં ગામના દરેક ભાવિક ભક્તો આવી ભજન કરે છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં ભજનની રમઝટ થી વાંસદા ની ધર્મપ્રેમી જનતા ભક્તિમય થઈ આનો લાભ લે છે રાત્રે 8:00 વાગે આરતીનો સમય ગામના 400 થી 500 ભાવિક ભક્તો ઉમટી પડે છે
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરિયા