News

“વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે.”-પ્રફુલભાઈ શુક્લ

 “કલિયુગમાં ભરોસો જ ભગવાન છે,વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે.જે ભગવાન ના ભરોસે જીવે છે.એનું ભારવહન ભગવાન કરે છે.” ઉપરોક્ત શબ્દો આજે પડઘા ગામે ચાલી રહેલી દેવી ભાગવત કથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ઉચ્ચાર્યા હતા.નવસારી તાલુકાના પડઘા ગામે યોજાયેલા અષાઢી નવરાત્રી અનુષ્ઠાનમાં દરરોજ નવચંડી યજ્ઞ અને દેવી ભાગવત કથા ચાલી રહી છે.આજે રેખાબેન સુરેશભાઈ મિસ્ત્રી (પડઘા) ,ગીતાબેન શૈલેષભાઈ મિસ્ત્રી (પડઘા) નવચંડી યજ્ઞના મનોરથી બનીને માતાજીનો યજ્ઞ સંપન્ન કર્યો હતો.આજે કથા સંચાલક ગોપાલભાઈ ટંડેલ ના આગ્રહને માન આપીને પૂ.પ્રફુલભાઈ શુકલએ ડાકોરના ‘મનસુખરામ માસ્તર’ નું આખ્યાન કર્યું હતું.બાપુની ઓજસ્વી ,તેજસ્વી અને ભાવવાહી વાણીથી વાતાવરણ ભાવવિભોર બન્યું હતું.જયેશભાઇ રમેશભાઈ ભક્ત , નાનુભાઇ પટેલ, ભરતભાઈ મિસ્ત્રી , કોકિલાબેન આહીર , મિસ્ત્રી પરિવાર દ્વારા કથાને સફળ બનાવવા માટે ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે.નવસારી લાઈવ ન્યુઝ , ઝટપટ ન્યુઝ અને અટલ સવેરા ના તંત્રી પત્રકાર શ્રી જીતુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.૧૯ તારીખે સોમવારે માતાજીના જ્વારા અને મૂર્તિ ને સરોવરમાં વિસર્જન કરીને અનુષ્ઠાનની પુર્ણાહુતી કરવામાં આવશે.સોમવારે બપોરે એક માઈ ભક્ત તરફથી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.પડઘા ગામ અને સમગ્ર વિસ્તારમાં “જય ભવાની , જય અંબે” નો નાદ ગુંજી રહ્યો છે.અને ભક્તિમય માહોલ છવાયો છે.

Related Posts

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!