પી.આઈ કિરણ પાડવીએ તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ, માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ, હરદિપભાઈ તથા નાના બાળકો ની હાજરી માં વૃક્ષારોપણ કરયુ

પી.આઈ કિરણ પાડવી અને વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ તથા નાના બાળકોએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કરવાની દરેક વ્યકતિની નૈતિક અને મૂળભૂત ફરજ છે. જો આપણે પર્યાવરણને નહીં બચાવીશું તો આગામી સમયમાં પ્રાકૃતિક આફતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેનને પટેલે જણાવ્યું હતું કે દરેક વૃક્ષની નાના બાળકોની જેમ કાળજી લેવી પડશે.તો જ વૃક્ષારોપણ ખરા અર્થમાં સાર્થક નીવડશે.આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવી, તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ, માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ, હરદિપભાઈ તથા નાના બાળકો હાજર રહ્યાં હતા.

અમિત મૈસુરીયા વાસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી. પ્રિમોન્સૂન કામગીરી માં આળસ ખંખેરી ને તંત્ર કામગીરી કરશે કે કેમ ?

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી નમેલા વીજપોલથી વાહન ચાલકો ઉપર ઉભુ થતુ જોખમ ચિખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકના વિવિધ વિસ્તારોમાં…

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!