વાંસદા આનંદ તપોવનના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ પટેલની ઇન્ડિયન યોગા એસોસિયેશનની રાષ્ટ્રીય સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીમાં નિમણૂક.

આનંદ તપોવનના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ પટેલની ઇન્ડિયન યોગા એસોસિયેશનની રાષ્ટ્રીય સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીમાં નિમણૂક

વાંસદા સ્થિત આનંદ તપોવન – ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા સાયન્સ એન્ડ મિસ્ટિક રિસર્ચના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ બી. પટેલની દેશની અગ્રણી અને પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન યોગા એસોસિયેશન (IYA), નવી દિલ્હી દ્વારા વર્ષ 2026–2030 માટેની રાષ્ટ્રીય સ્તરની સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઇન્ડિયન યોગા એસોસિયેશનના સચિવ જનરલ શ્રી સુબોધ તિવારી દ્વારા જારી કરાયેલા નિમણૂકપત્રમાં જણાવ્યા મુજબ ડૉ. પટેલના બેંકિંગ ક્ષેત્રના લાંબા વહીવટી અનુભવ, નાણાકીય આયોજનમાં નિપુણતા તથા યોગ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ડૉ. શંકરભાઈ પટેલ નિવૃત્ત મુખ્ય પ્રબંધક (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) છે અને છેલ્લા અનેક વર્ષોથી યોગ શિક્ષણ, સંશોધન, યોગ થેરાપી અને આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રે કાર્યરત છે. તેઓ **અમેરિકન સાઇકોલોજિકલ એસોસિયેશન (USA)ના international Member તરીકે પણ ચૂંટાયેલા છે.

આનંદ તપોવન હાલમાં ઇન્ડિયન યોગા એસોસિયેશનનું Associate સેન્ટરે પરમાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા સાયન્સ એન્ડ રિસર્ચ, ઇન્દોરનું Associate સેન્ટરે તેમજ Yoga Alliance, USA દ્વારા માન્ય Authorised સ્કૂલ તરીકે કાર્યરત છે. સંસ્થા યોગ શિક્ષણ, સંશોધન અને યોગ થેરાપીના ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે.

ડૉ. પટેલની આ રાષ્ટ્રીય સ્તરની નિમણૂકને પગલે યોગજગત તેમજ સમગ્ર આનંદ તપોવન પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે. સંસ્થાના ડિરેક્ટર શ્રીમતી વૈશાલી શાહ સહિત અનેક યોગવિદો, શિક્ષકો અને શુભેચ્છકોએ ડૉ. પટેલને અભિનંદન પાઠવી તેમના સફળ અને પ્રેરણાદાયી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. તા. 19/12/2025 ના રોજ બપોરે 2:00 કલાકે મિટિંગ માં વાંસદા કોર્ટ બાર એસોસીશન ના…

વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિનની તા.-૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો.

વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિનની તા.-૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો. તાલુકા કાનુની સેવા સમિતિ, વાંસદા ના ઉપક્રમે અંખડ ભારતના રાષ્ટ્રીય પર્વ – ” Constitution Day of India ”…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!