નવસારી-વાંસદાના ઉંમરકુઇ ગામે નિચલા બરડા ફળીયા થી ઉપલા બરડા ફળીયા થઇ લીમઝર ને જોડતો રસ્તો ખખડધજ બનતાં પ્રજા ત્રાહીમામ.

નવસારી-વાંસદાના ઉંમર કુઇ નિચલા બરડા ફળીયા થી ઉપલા બરડા ફળીયા થઇ લીમઝર જોડતો રસ્તો ખખડ ધજ બનતાં પ્રજા ત્રાહીમામ
સ્થાનીક રાજકીય નેતા ને માત્ર મત માજ રસ છે જનતા ની સમસ્યા દેખાતી નથી. જનતા એ ઠાલવી પોતાની વેદના.
રસ્તા પર મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ; અકસ્માતની ભીતિ વચ્ચે પેચવર્ક કરવાની ઉગ્ર માંગ

નવસારી-વાંસદા તાલુકાના ઉંમર કુઇ નિચલા બરડા ફળીયા થી ઉપલા બરડા ફળીયા થઇ લિમઝર જોડતો રસ્તો અત્યંત ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે. આ રસ્તો એટલી હદે જર્જરિત બન્યો છે કે ત્યાં ડામર છે કે કોંક્રિટ તે ઓળખવું પણ મુશ્કેલ બની ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પડી ગયેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી આ વિસ્તારના મુખ્યત્વે ખેડૂતો અને પશુપાલકો માટે આ રસ્તો અવરજવરનું કેન્દ્ર છે. દૂધ ભરાવવા જતા પશુપાલકો અને ખેતપેદાશો બજાર સુધી લઈ જતા ખેડૂતોને આ ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજુઆત કરવાં છતાં પણ તેમને સલામત રસ્તાની સુવિધા મળતી નથી, જેના કારણે વાહનોમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે.

ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે. કારણે વાહનો પલટી ખાવાની ખાડાઓનો અંદાજ ન આવવાને કે સ્લિપ થવાની ઘટનાઓ વધી રહી છે. અકસ્માતોની સંખ્યામાં થઈ રહેલો વધારો ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. જર્જરિત રસ્તાને કારણે ક્યારે કોણ ગંભીર અકસ્માતનો ભોગ બનશે તેવો ડર પ્રજામાં જોવા મળી રહ્યો છે.

ઉંમર કુઇ અને આસપાસના ગામના લોકો દ્વારા વહેલી તકે આ માર્ગ પર પેચવર્ક અથવા
ઉમર કુઇ નિચલા બરડા ફળીયા થી ઉપલા ફળીયા થઇ લીમઝર જોડતો રસ્તો એટલી હદે બિસ્માર બન્યો છે કે ત્યાં ડામર છે કે કોંક્રિટ તે પણ ખબર પડતી નથી. ઠે૨-ઠેર મસમોટા ખાડા પડતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

સ્થાનિકોનો પ્રશ્ન છે કે વારંવાર રજુઆત કરવાં છતા પણ સમસ્યા નો ઉકેલ આવતો નથી ઘણા સમય થી આવા ખખડ ધજ રસ્તા પર થી પસાર થવુ પડે છે? તંત્ર દ્વારા વહેલી તકે પેચવર્ક કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
ઉંમર કુઇ વિસ્તારના લોકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. જો સમસ્યા હલ નહીં થાય તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત ધ્યાન આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

– અમારે રોજ આ રસ્તા પર થી પસાર થવું પડે છે. વારંવાર ગંભીર અકસ્માત ના બનાવ બને છે અમે તંત્ર ને વારંવાર રજુઆત કરી છતાં સ્થાનીક રાજકીય નેતા અમારું કોઈ સાંભળતા નથી વહેલી તકે રસ્તા નું સમાર કામ કે નિર્માણ થાય એવી અમારી ઉગ્ર માંગ છે.

– સ્થાનિક વાહન ચાલક.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર ઢાળ દુર્ધટના સર્જે તો નવાઇ નહિ.

-વલસાડ ધરમપુર ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર ઢાળ દુર્ધટના સર્જે તો નવાઇ નહિ. હાઇવે ઓથોરિટી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ છે. તેવું જણાય.છે! “જુઓ વલસાડનો આ રસ્તો છે…

વાંસદામાં બિહાર ચૂંટણીની જીતનો જયઘોષ : બિહાર ચૂંટણીના વિજયોત્સવમાં વાંસદા બીજેપી કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ.

વાંસદામાં બિહાર ચૂંટણીની જીતનો જયઘોષ : બિહાર ચૂંટણીના વિજયોત્સવમાં વાંસદા કાર્યકર્તાઓનો અનેરો ઉત્સાહ સાંસદ ધવલભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉમંગ ,ઉત્સાહ સાથે ઝૂમી ઉઠ્યા વાંસદાના ગાંધી મેદાનમાં આજે ઉત્સાહ અને ગૌરવનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!