વાંસદા તાલુકામાં –વઘઈ રોડ પર મોટી ભમતી ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના માં એક નુ મોત. કાર ચાલક ને બચાવવાનો પ્રયાસ. “લગ્ન નો ખુશીનો માહોલ માતમ માં ફેરવાયો.”

વાંસદા તાલુકામાં –વઘઈ રોડ પર મોટી ભમતી ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના માં એક નુ મોત. કાર ચાલક ને બચાવવાનો પ્રયાસ. _

“લગ્ન નો ખુશીનો માહોલ માતમ માં ફેરવાયો.”

( આદિવાસી સમાજના મોટા નેતાઓ પીડિત ગરીબ આદિવાસી ના પરિવાર ના ન્યાય માટે આગળ આવે તેવી માંગ ઉઠી છે.)

શું કોઈ આદિવાસી નેતા ન્યાય અપાવવા આગળ આવશે કે કેમ?

વાંસદાના મોટી ભમતી અકસ્માતમાં સસ્પેન્સ ગાઢ: શું તપાસ પર પડછાયો ? અકસ્માત મામલે ઉઠ્યા પ્રશ્નો : તપાસની નિષ્પક્ષતા પર સવાલ..??

ડોલવણ તાલુકાના કરંજખેડ અને મોટી ભમતી ગામમાં કંકોત્રી વહેંચીને પોતાના ઘરે પરત ફરતા આદિવાસી પરિવારના ગરીબ પીડિતને ન્યાય મળે તે માટે પારદર્શક તપાસની માંગ ઉઠી.
–(સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન તથા કાર નંબર ના આધારે જો સચોટ તપાસ થાય તો કાર ચાલક નો ચહેરો બહાર આવી શકે તેવી લોકચર્ચા )
વાંસદા તાલુકાના મોટી ભમતી ગામે બનેલા ગંભીર માર્ગ અકસ્માત બાદ હવે સમગ્ર પંથકમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા ગ્રસ્ત બન્યા છે આ બનાવને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા જોર પકડતી જાય છે કે તપાસની દિશા સાચી છે કે નહીં? કેટલાક લોકોમાં એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે વાસ્તવિક જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવામાં કોઈ પ્રકારની ગેરરીતિ તો નથી થઈ રહી ને?.

આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે માહિતી મુજબ, તા. 11 એપ્રિલ 2026ના રોજ રાત્રે 9 વાગ્યા પહેલા કોઈપણ સમયે રેનોલ્ટ કંપનીની સ્કેલા કાર (GJ-21- AH-4457) નો ચાલક બેદરકારી પૂર્વક અને પુરઝડપે વાહન હંકારી રહ્યો હતો. તે દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામે આવી રહેલી હીરો હોન્ડા CD ડિલક્સ બાઈક (GJ-21-P-7510) ને જોરદાર ટક્કર મારી હતી,

આ અકસ્માતમાં બાઈક પર સવાર શુકરભાઈ સોમલીયાભાઈ ચૌધરી (ઉંમર અંદાજે 55 વર્ષ) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. સાથે જ ઇશ્વરભાઈ સોમલીયાભાઈ ચૌધરી (ઉંમર અંદાજે 52 વર્ષ) ને જમણા પગમાં ફ્રેક્ચર સહિત શરીરે ઈજાઓ પહોંચી છે ઉલ્લેખનીય છે કે બંને પીડિતો ડોલવણ તાલુકાના કરંજખેડ અને મોટી ભમતી ગામમાં કંકોત્રી વહેંચીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત બન્યો હતો, જેના કારણે પરિવાર પર શોકની લાગણી છવાઈ ગઈ છે આ બનાવ અંગે મિનેશભાઈ શુકરભાઈ ચૌધરી (રહેવાસી ઘોડમાળ, વાંસદા) ની ફરિયાદના આધારે વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો દાખલ કર્યો છે.હાલમાં કાર ચાલકનું નામ-સરનામું અજાણ્યું હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ મામલે વધુ તપાસ પી.એસ.આઈ. એ.એચ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે

તાલુકા મથકે સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ ઉઠી રહી છે કે આ કેસમાં વાસ્તવિક મોટા આરોપી સુધી પહોંચવામાં કોઈ પ્રકારની ગેરરીતિ તો નહીં થઈ રહી? કેટલાક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે ઊંડા ણપૂર્વક તપાસ કરવામાં આવે, જેથી હકીકત સામે આવી શકે અને કોઈ નિર્દોષ વ્યક્તિ પર અન્યાય ન થાય.

આદિવાસી સમાજના લોકો ઉચ્ચ સ્તરની તપાસની માંગ કરી રહ્યા છે. સાથે જ કેટલાક લોકોએ રાજ્યના ગૃહ વિભાગ સુધી મામલો પહોંચાડવાની પણ વાતો કરી છે, જેથી પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળી શકે

તાલુકા મથકે જગ જાહેર ચાલતી ચર્ચા મુજબ કાર ચલાવનાર મોટા ગજાના પત્રકારના દીકરો હોવાથી પોલીસે આરોપી તરીકે સાઈડ-લાઈન કરીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ પર પડછાયો કરતી પોલીસ પર શંકા “વાસ્તવિક દોષિત સુધી પહોંચાશે કે નહીં?” પંથકમાં થઈ રહી છે ગરમ ચર્ચા.વાસદા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

– “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે…

ભરૂચ કલેક્ટર ઓફિસ પાસે જ સીઝ કરેલી હાયવા ટ્રક લઈ ફરાર ભૂમાફિયા! કાયદાને કર્યો ખુલ્લો પડકાર કે તંત્રની મૌન સંમતિ?ભૂમાફિયાઓના હિંમતભર્યા કારનામા પર કોની મહેરબાની? તપાસ નો વિષય.

ભરૂચ કલેક્ટર ઓફિસ પાસે જ સીઝ કરેલી હાયવા ટ્રક લઈ ફરાર ભૂમાફિયા! કાયદાને કર્યો ખુલ્લો પડકાર કે તંત્રની મૌન સંમતિ?ભૂમાફિયાઓના હિંમતભર્યા કારનામા પર કોની મહેરબાની? તપાસ નો વિષય. રાત્રિના અંધકારમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!