ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા ખાતે અર્જુનપુરી જલધારા આર ઓ પ્લાન્ટ તેમજ શાળાનો વાર્ષિક મહોત્સવ સફર 5 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા ખાતે અર્જુનપુરી જલધારા આર ઓ પ્લાન્ટ તેમજ શાળાનો વાર્ષિક મહોત્સવ સફર 5 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળા માં દાતા શ્રી નીતિન શાહ યુએસએતેમના સમગ્ર પરિવાર તરફથી તેમજતેમના માતૃશ્રી કાન્તાબેન શાહ તેમજ પિતા નાથાલાલ શાહ ના સ્મરણાર્થે તેમના સમગ્ર પરિવાર તરફથી અર્જુનપુરી જલધારા આર ઓ પ્લાન્ટ નું દાન આપવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન સ્વામીશ્રી કામેશ્વરપૂરીજી મહારાજ શ્રી તુલસી માનસ મંદિર હરિદ્વાર દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મેહમાન તરીકે ચંદ્રકાંતભાઈ જાદવ મુંબઈ તેમજ શ્રી નિમિષ વ્યાસ પ્રોજેક્ટ ડાયરેક્ટર ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં મુખ્ય અતિથિ તરીકે ચંદ્રકાંતભાઈ કાપડિયા ગણદેવી ધર્મેશ કાપડિયા નવસારી પ્રતિભાબેન થોરાટ સરપંચ ગંગપુર રમેશ ભાગરીયા આચાર્ય શ્રી ઘોડમાળ સુરેશ થોરાટ તેમજ મગનભાઈ માહલા ઉપસ્થિત રહ્યા હતા

ઉદઘાટન બાદ શાળા ના વાર્ષિક મહોત્સવ સફર 5 કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રથમ મંગલા ચરણ થી શરૂઆત કરવામાં આવી હતી શાળાના ડાયરેક્ટ શ્રી કિશોરભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી તમામ મહેમાનો તેમજ દાતાશ્રી નીતિન ભાઈ શાહ યુએસએ સમગ્ર પરિવાર નો આભાર વ્યક્ત કર્યો અને આજ રીતે શાળાને ભવિષ્યમાં પણ દાન નો પ્રવાહ આપતા રહેશો તેવી આશા વ્યક્ત કરી હતી ત્યારબાદ દીપ પ્રગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સ્વામિ કામેશ્વરપૂરીજી મહારાજ જે ઉદબોધન કર્યું હતું તેમજ સંસ્થાના સેક્રેટરી સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજે આશિર્વચન આપ્યા હતા અને સંસ્થાની માહિતી આપી હતી તેમજ શાળાના આચાર્ય શ્રી મણિલાલ પટેલ એ વર્ષ દરમ્યાન થયેલ શાળા ની સફર ની વર્ણન કર્યું હતું અને વિધાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા

ચંદ્રકાંત કાપડિયા એ પણ સંસ્થા ની માટે તમામ સમાજ ને દાન ની અપીલ કરી સંસ્થાના કાર્યો ને બિરદાવ્યા હતા તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિમિષ વ્યાસ સાહેબે પણ સંસ્થા ની ગાથા રજૂઆત કરી હતી શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં તાજેતરમાં લાલા મૂવીનો રાધે રાધે તેમજ જશોદાનો કાનો આકર્ષણ જમાવ્યું હતું નાના બાળકો ના ડાન્સ પણ મહેમાનો તેમજ વાલી મિત્રોતેમજ શુભેચ્છાકોને પ્રભાવિત કર્યાં હતાં અંતમાં ડાંગી નૃત્ય એ આકર્ષણ જમાવ્યું હતું આ કાર્યક્રમ માં એન્કર તરીકે શાળાના શિક્ષક ટ્વિંકલ ભાઈ તેમજ કલ્પેશભાઈ એ કર્યું હતું

અંતમાં આભાર વિધિ પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ એ કરી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાનો તમામ સ્ટાફ તેમજ આશ્રમ સ્ટાફ રાજુભાઈ કેમ્પસ ડાયરેક્ટર ભાવેશભાઈ અજય ભાઈ તેમજ ગૃહપતિ રાજુભાઈ તેમજ આનંદ ભાઈ એ સેવા આપી હતી

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

વાસદા તાલુકા ના રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો.

રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો રંગપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે સવારે તથા સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!