IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રનું આજે નિધન થયું છે. કોરોના સામે છેલ્લા દોઢ માસની લડાઈ બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કોરોના સામે વધુ 32. ડો.મહાપાત્રા 1986 ની બેચનાં IAS ઓફિસર (gujarat cadre ias) હતા. તેમણે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા. તેમણે અગાઉ એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન તરીકે પણ સેવા આપી હતી.
અસરકારક કામગીરી માટે ડો.મહાપાત્રા પ્રખ્યાત હતા. ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનું નામ ચર્ચામાં હતુ. પરંતુ તેમ પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.