
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પ્રથમવાર નવી ટેક્નોલોજી થી રસ્તાના મરામતની કામગીરી કરાઈ.
ઈકોફિક્સ કોલ્ડમિક્ષ મટીરીયલ થી ખાનપુર થી બારતાડ રોડ અને મોતીવાલઝર દુબળ ફળિયા લીમઝર રોડ પર પેચવર્ક થયું.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ચાર મહિના સુધી અવિરત વરસાદ શરૂ રહે છે ત્યારે આ નવી ટેક્નોલોજી થી વરસાદની ઋતુમાં પણ મરામતની કામગીરી કરી શકાય તેમ હોવાથી ગ્રામજનોને ચોમાસાની ઋતુમાં પણ રાહત થશે… હાલમાં વરસાદનું જોર ધીમું થતાં વાંસદા તાલુકામાં ગ્રામ રસ્તાઓ પર ઈકોફિક્સ કોલ્ડમિક્ષ મટીરીયલ થી ખાનપુર થી બારતાડ રોડ અને મોતીવાલઝર થી દૂબળ ફળિયા થઈ લીમઝર રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી. પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સાથે આ નવી ટેક્નોલોજીના ફાયદાઓ વિશે ચર્ચા દરમ્યાન મળેલ માહિતી મુજબ
ઇકોફિક્સ કોલ્ડમિક્સ એ રોડ રસ્તાઓ અને ખાડા ના તાત્કાલિક સમારકામ માટે વપરાતું એક અદ્યતન, ટકાઉ અને પર્યાવરણ-અનુકૂળ કોલ્ડ મિક્સ ડામરનું મટીરીયલ છે. સામાન્ય ગરમ ડામર ના બદલે આ ટેકનોલોજીનો ઉપયોગ ઝડપી અને સરળ રિપેરિંગ માટે થાય છે.
ઇકોફિક્સ કોલ્ડમિક્સ મટીરીયલગરમ કર્યા વગર સીધો ઉપયોગ કરી શકાય છે.
આ મટીરીયલને વાપરવા માટે કોઈ મોટી ફેક્ટરી કે પ્લાન્ટમાં ગરમ કરવાની જરૂર પડતી નથી.
તેને બેગમાંથી બહાર કાઢીને સીધા જ ખાડા કે બગડેલા રસ્તા પર પાથરી શકાય છે.
ચોમાસામાં અને ભીની જગ્યાએ પણ ઉપયોગી
સામાન્ય ડામર પાણીવાળી જગ્યાએ ટકતો નથી, પરંતુ ઇકોફિક્સ કોલ્ડમિક્સ ભીના અથવા પાણી ભરાયેલા ખાડામાં પણ સીધો વાપરી શકાય છે.
ખાડામાંથી પાણી સંપૂર્ણ ખાલી ન કરો તો પણ આ મટીરીયલ મજબૂત પકડ બનાવે છે.
તાત્કાલિક ટ્રાફિક ચાલુ થઈ શકે છે.
રસ્તો રિપેર કર્યા પછી તેને કલાકો કે દિવસો સુધી બંધ રાખવો પડતો નથી.
મટીરીયલ પાથરીને સરખું દાબ્યા પછી તરત જ વાહનોની અવરજવર માટે રસ્તો ખુલ્લો મૂકી શકાય છે.
પર્યાવરણ માટે અનુકૂળ અને ઓછું પ્રદૂષણ પેદા કરે છે.
આ મટીરીયલ બનાવવામાં અને વાપરવામાં ગરમીની જરૂર પડતી ન હોવાથી કાર્બનનું ઉત્સર્જન ખૂબ ઘટે છે.
આમાં સ્ટીલ અને આયર્ન સ્લેગ જેવા રિસાયકલ કરેલા વેસ્ટ મટીરીયલનો ઉપયોગ થતો હોવાથી તે પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. સમય અને ખર્ચની બચત થાય છે.
મોટા મશીનો, મજૂરો અથવા ગરમ બોઈલરની જરૂર પડતી ન હોવાથી કામ ઝડપથી પૂર્ણ થાય છે અને મજૂરી ખર્ચ ઘટે છે.
નાના સમારકામ માટે આ ખૂબ આર્થિક અને ફાયદાકારક વિકલ્પ છે.
લાંબો સમય ટકી રહે તેવી મજબૂતી
તે ઉત્તમ વોટર રેઝિસ્ટન્સ (પાણી સામે પ્રતિકાર) આપે છે, જેથી વરસાદના પાણીથી ખાડા ફરીથી જલ્દી પડતા નથી.
સામાન્ય ટેમ્પરરી પૅચિંગ કરતા આ મટીરીયલ રસ્તા પર લાંબા સમય સુધી ટકે છે.
આ મટીરીયલની થેલીઓને લાંબા સમય સુધી સ્ટોર કરી રાખી શકાય છે. જ્યારે પણ રસ્તા પર ખાડો પડે ત્યારે થેલી ખોલીને તરત વાપરી શકાય છે.
આમ ઇકોફિક્સ કોલ્ડમિક્સ ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાઓ, સોસાયટીના એપ્રોચ રોડ, પાર્કિંગ એરિયા અને હાઈવે પર પડેલા ખાડાઓને ઓછા ખર્ચે, સરળતાથી અને કાયમી ધોરણે પૂરવા માટે એક બહેતરીન સોલ્યુશન છે
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
