વાસદા તાલુકા ના HP ગેસ ગ્રાહકો હેરાન, પરેશાન ત્રાહિમામ.

“સિલિન્ડર લેવા 4 કિલોમીટર દૂર મોટી ભમતી ગોડાઉન પર જાવો ”

એચપી ગેસ ની ઓફિસેથી વાસદા તાલુકાના આજુબાજુના ગામના લોકો સિલિન્ડર લેવા માટે આવતા હોય ત્યાં hp ગ્રાહકો ને લાઈનમાં ઊભા રહી પરેશાન થઈ બિલ લઈ ને મોટી ભમતિ ખાતે ગોડાઉન પર જઈને સિલિન્ડર લેવા માટે કહેવામાં આવે છે ઘણા લોકોને ખબર પણ નથી કે એચપી ગેસનું ગોડાઉન ક્યાં આવ્યું છે. ઘણો સમયથી આ પરેશાની નો સામનો એસપી ગ્રાહકો કરી રહ્યા છે.

ખરેખર બધી ગરજ જાણે ગ્રાહકોની હોય તેમ ગ્રાહકોને બુકિંગ કરવાની ફરજ ઓટીપી વગર સિલિન્ડર આપતા નથી અને બુકિંગ કર્યું હોય તો લાઈનમાં ઊભા રહી બીલ લઇ ચાર કિલોમીટર દૂર ગોડાઉન પર જઈ સિલિન્ડર લેવા જવું પડે છે.

વડીલો મહિલાઓ નો સિલિન્ડર લેવા પરેશાન થઈ અડધો દિવસ નીકળી જાય છે HP ઓફિસની નજીક કોઈ એચપી સિલિન્ડરની ગાડી ઊભા રાખવા માટે પાર્કિંગની કોઈ જગ્યા જ નથી મળતી તેમ ગ્રાહકોને પરેશાન કરવાનો ઠેકો લીધો હોય તેમ એચપી ઓફિસ ઇન્ચાર્જ કે કોઈ સ્ટાફ ગ્રાહકો માટે સગવડ પૂરી પાડવા તૈયાર નથી.

નિયમ પ્રમાણે ચાલતા એચપી ગ્રાહકો માટે બધા નિયમો લાગુ પડે છે જેમકે બુકિંગ કરાવવું 30 દિવસ પછી, બુકિંગ કર્યા પછી ઓટીપી આપો તો જ સિલિન્ડર મળશે.
આ બધા નિયમોનું પાલન કરવા પછી ચાર કિલોમીટર દૂર મોટી ભમતી ગોડાઉન પર જઈ ને સિલિન્ડર લેવા જવું.પરંતુ,

જ્યારે

“””HP સિલિન્ડરના કાળા બજાર કરતા લોકો માટે કોઈ બુકિંગ કે કોઈ ઓટીપી લેવામાં નથી આવતા”

ત્યારે આ બધા નિયમો ક્યાં જાય છે એ પણ એક મોટો સવાલ ??????

મોટી ભમતી ગોડાઉન પર સિલિન્ડર ભરેલી ગાડીઓ પાર્કિંગ કરી રાખવામાં આવે છે પરંતુ ગ્રાહકોને એચપી ઓફિસ નજીક ગાડી પાર્ક કરવાની જગ્યા નથી મળતી એચપી સિલિન્ડર ડિલિવર કરતી ગાડીઓ નિયમિત સમયસર પહોંચી નથી શકતી માટે લોકો ગામેગામ થી વાસદા ઓફિસ સુધી સિલિન્ડર લેવા માટે આવવા મજબૂર.

ગ્રાહકો ની આ સમસ્યા બાબતે સંચાલકો તથા જવાબદાર અધિકારી ધ્યાન દોરી સમસ્યા દૂર કરશે કે કેમ?એ હવે જોવાનું રહ્યું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.