વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ભીનાર કુરેલીયા રોડ પર પાણી ભરાતા વ્યવહાર ખોરવાયો.

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ધણા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીનાર ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને વારંવાર રજૂઆત કરવા છતાં નફફટ વહીવટી તંત્ર ના પાપે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા લોકોએ દર વર્ષે મુશ્કેલી નો સામનો કરવા મજબૂર થવું પડે છે.

વાંસદા તાલુકાના ભીનાર ગામ ના ડુંગરી ફળિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ ને પગલે નદી -નાળા છલકાતા પાણી ડુંગરી ફળિયા વિસ્તારના રોડ ઉપર ફરી વળતા આ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતો ને ભારે વરસાદ માં મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તા ઉપર પાણી ફરી વળતા દૂધ ભરવા જનાર પશુ પાલકો ની હાલત પણ કફોડી બની છે કેમકે આ રસ્તા ઉપર થી મોટરસાયકલ તો દૂર ચાલીને પણ રસ્તો નથી કરી શકતા. જેથી પશુ પાલકો દૂધ ભરવા માટે પણ દૂધ ડેરી જવા મથામણ કરી રહ્યા છે આ સમસ્યાને ધણા વર્ષો વીતી ગયા પરંતુ નફફટ વહીવટી તંત્ર ના પાપે આ વિસ્તારના લોકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે આ વિસ્તારના લોકો ની માંગ ઉઠી છે કે વહેલી તકે આ રસ્તા ઉપર ભરાતા પાણી નો યોગ્ય નિકાલ લાવી લોકો ને પડતી હાલાકી દૂર કરે દર વર્ષે વરસાદ શરૂ થયા અને લોકો ને હાલાકી વેઠવી પડે છે. તંત્ર આ સમસ્યા નું કાયમી નિકાલ કરશે કે કેમ? એ હવે જોવાનું રહ્યું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!