_દક્ષિણ ગુજરાતનું આદિવાસી યુવા ધન તોરણીયા ડુંગર થી માઉન્ટ ના શિખર
વાંસદા,

ગુજરાત રાજ્ય યુવા વિકાસ અને સંસ્કૃતિ તથા રમત ગમત વિભાગના અંતર્ગત રાજસ્થાન માઉન્ટ આબુ પર્વતારોહણ સંસ્થાન માં કોચિંગ કોર્સ માટે પસંદગી થયેલ આદિવાસી સમાજના યુવા ધન

જોગેશ્વરી મહેશ માહલા માંડવખડક – ચિખલી , નવસારી અને કોંકણી નરેન્દ્ર કુમાર કરજખેડ – ડોલવણ, તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ કોચિંગ કોર્સ યોજાયેલ વિવિધ કૌશલ્ય જેમાં ક્લાઇમિંગ,રેપ્લિન, સેલ્ફરેસ્ક્યુ,સી,પુલી, ઝેડ પુલી ટેકનિક, અર્બુદા વૉલ, ગોલ્ડન ચીમની , ટોડરોક, નાઈટટ્રેકિંગ (એસ.ઓ.એસ.) રાત્રિના સમયે ડુંગરોમાં કે કોઈ એવી જગ્યાએ ફસાઈ જઈએ કે કોઈ સંપર્ક ન થતો હોય તેમાં શું કરવું આમ વિવિધ પ્રકાર ના કૌશલ્ય શીખવા મળ્યાં,
Lt.ડૉ.વિજય પટેલજણાવે છે કે આ વિદ્યાર્થીઓ હાલ શ્રી છોટુભાઈ પુરાણી ફિઝિકલ એજ્યુકેશન કોલેજ રાજપીપળામાં અભ્યાસ કરે છે અને અગાઉ હિમાલય શિખર સર કરવામાં તત્પરતા દર્શાવે છે,
જે બદલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા નર્મદા ના આચાર્યશ્રી તેમજ સારસ્વત મિત્રએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.