વાસદા તાલુકામાં હોળીના તહેવાર નો અનેરો આનંદ માણવા લોકો હજારો ની સંખ્યા માં હાટ બજાર માં ઉમટયા.
ગામડે ગામડે હાટબજાર ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વાસદા નગર નો શુક્રવાર નો હાટબજાર માં હજારો ની સંખ્યા માં હરવાફરવા આવ્યા અને લોકો એ જરૂરીયાત ની ચીજવસ્તુ ની ખરીદી કરી નાના મોટા વેપારીઓ ને રોજગારી પૂરી પાડી.
ઓનલાઇન ખરીદી થી કંટાળી ખરેખર ખરીદી નો આનંદ માણવા હાટબજાર માં લોકો ઉમટ્યા હોય તેવું દ્શ્ય નજરે પડયું. દર વર્ષે હોળી નો તહેવાર આદિવાસી વિસ્તાર માં ખૂબજ ધામધૂમ થી ઉજવવા માં આવે છે.
હાટબજાર માં ભવાની માતા સાથે ભજન મંડળી ના સભ્યો દ્વારા નાચગાન કરતા લોકો નું આકર્ષણ બન્યા હતા.સૌ લોકો એ ભવાની માતાજી ના દર્શન કરી હાટ બજાર ની મજા માણી હતી.
આ હાટ બજાર માં વાસદા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ટ્રાફિક સમસ્યા ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવા માં આવી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
