રાજપીપળા કોલેજ નું ગૌરવ NCC ઓલ ઇન્ડિયા વાર્ષિક શિબિર EBSB–II,Taliparamba, કેરાલા કેમ્પમાં રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓની ભાગીદારી નજરે પડી

રાજપીપળા કોલેજ નું ગૌરવ
NCC ઓલ ઇન્ડિયા વાર્ષિક શિબિર EBSB–II,Taliparamba, કેરાલા કેમ્પમાં રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓની ભાગીદારી.
રાજપીપળા સ્થિત છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન વિદ્યાર્થીઓ ટંડેલ નિધિ – વલસાડ , ચૌધરી ચંદા – ડાંગ, મજગુલ તાહિર તાલાલા, માધવ જોગરના-પોરબંદર , પટેલ હિરેન-નવસારી ટંડેલ કલ્પ વલસાડ અને પરમાર પરેશ- દાહોદ NCC દ્વારા આયોજિત ) કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કેમ્પ તારીખ 23 ડિસેમ્બર 2025 થી 3 જાન્યુઆરી 2026 દરમિયાન કેરલા રાજ્યમાં યોજાયો હતો.
આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને કેરલાની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને નજીકથી જાણવાની તક મળી.

જેમાં કથકલી નૃત્ય, ત્રિવેન્દ્રિયા સંસ્કૃતિ, કલારી આર્ટ, ઠેય્યમ નૃત્ય તેમજ મલયાલમ ભાષા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે, ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે કેડેટ્સે કેરલાવાસીઓને ગુજરાતની ભાષા, સંસ્કૃતિ અને સભ્યતાની જાણકારી પણ આપી હતી.
આ કેમ્પમાં ગુજરાત, કેરલા તથા લક્ષદ્વીપ ના લગભગ 600 જેટલા NCC કેડેટ્સ જોડાયા હતા, જેમણે વિવિધ રાષ્ટ્રીય એકતા સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લઈ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નો સંદેશ પ્રસારિત કર્યો હતો.

EXPA દ્વારા આયોજિત પ્રવૃત્તિઓ થકી કેડેટ્સ ને આત્મવિકાસ અને નેતૃત્વના ગુણો અંગે માર્ગદર્શન મળ્યું હતું.
કેમ્પ દરમિયાન શૈક્ષણિક પ્રવાસ રૂપે Indian Naval Academy (INA)ની મુલાકાત, સ્નેક પાર્ક તથા પરંપરાગત ઠેય્યમ નૃત્યનું જીવંત દર્શન પણ કરાવવામાં આવ્યું હતું. કેમ્પના અંતે આયોજિત NIAP (National Integration Awareness Program) અંતર્ગત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું

તેમજ કેરલા ની ત્રિવેન્દ્રિયા સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર અનુભવ માટે તથા કેમ્પમાં ભાગ લેવાની તક આપવા બદલ વિદ્યાર્થીની ટંડેલ નિધિએ કોલેજના NCC ઓફિસર ડૉ. વિજય પટેલ (sos)તથા પ્રિન્સિપાલ ડૉ. પી. વી. આચાર્ય પ્રત્યેક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

TODAY 9 SANSESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકા નો કેવડીનો યુવાન અર્પણ ચવધરી -પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ વધાર્યુ.

વાસદા તાલુકા નો કેવડીનો યુવાન અર્પણ ચવધરી -પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ વધાર્યુ. પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા કેવડીનો યુવાન અર્પણ ચવધરી રાજપીપળાની સી.પી. ડિગ્રી કોલેજમાં…

વાંસદા તાલુકાના મોટીભમતી ગામનું ગૌરવ શ્રી સી.પી. ડીગ્રી કોલેજ રાજપીપળા નર્મદા ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજયભાઈ ડી. પટેલ ને બે સ્ટાર લેફ્ટેનન્ટ (Lt.) નો ગૌરવમય દરજ્જો અપાયો.

વાંસદા તાલુકાના મોટીભમતી ગામનું ગૌરવ વાંસદા, નવસારી જિલ્લાના મોટી ભમતી ગામનું યુવા ધન ડૉ.વિજયભાઈ દેવલભાઈ ની આર્મી ઓફિસર ટ્રેનિંગ એકેડમી કામ્પ્ટી નાગપુર, મહારાષ્ટ્ર ખાતે OTA , માં PRCN તાલીમ કોલેજમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!