
શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ, મહુવાસમાં સાયબર ક્રાઇમ કાર્યક્રમ થયો.
તારીખ:- 31/12/25 બુધવાર ના રોજ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસ માં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તથા પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ ના સેવન રોકવા અંગે અવરનેશ કાર્યક્રમ સાઇબર ક્રાઇમ અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો

. જેમાં ઉપસ્થિત કોન્સ્ટેબલ હેતલ મેડમ તેમજ પ્રદ્યુમનસિંહ સોલંકી એડવોકેટ , હિરેન રાજપુત એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા, અને એમણે નાર્કોટિક્સના સેવન રોકવા માટે ના ઘણા બધા ઉદાહરણો આપ્યા હતા.તથા વાંસદા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોસ્કો કાયદાની સમજ આપવામાં આવી હતી, તેમજ ક્રાઈમ વિશે પણ વિશેષ માહિતીઓ આપી હતી જે બદલ કોલેજના ડાયરેક્ટર્ દિશાંત ઠાકોર સર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા .અને આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
