
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનવેરી કલ્લા દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું” અંતર્ગત વાંઝણા ગામે આરોગ્ય શિબિર કમ નિદાન કેમ્પ તથા મહા મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી નવસારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ, ગામના સરપંચ હિનાબેન એન. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમમાં ગામજનો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, બાળકો, આરોગ્ય સ્ટાફ તથા આશાબેનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય શિબિર દરમ્યાન હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર, ટીબી, એનેમિયા, આંખ-કાન-ગળાના રોગોની તપાસ સાથે આયુષ્માન ભારત કાર્ડની કામગીરી પણ કરવામાં આવી હતી.
ઉપરાંત, ડો. હિમાંશુ બી. પટેલે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું વિષયક માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર આયોજન સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
