ગુજરાત વિહંગમ યોગ દંડકવન આશ્રમ તથા શુકૃત પ્રોડક્શન ના પ્રોડ્યુસર સતીશભાઈ પાલગામ, વાંસદાના દિનેશભાઈ બાબા નમકીન અને ધનરાજસિંહ પદમસિંહ રાજપૂતના વિશેષ પ્રયત્નોથી “વિશ્વ ગુરુ” મૂવીનું નિઃશુલ્ક (ફ્રી) પ્રદર્શન વાંસદા તથા આજુબાજુના વિસ્તારોમાં ભવ્ય રીતે યોજાયું.

આ કાર્યક્રમમાં ગુજરાત વિહંગમ યોગના ગુરુભાઈઓ-બહેનો, વાંસદા ગામના અગ્રણીઓ, શ્રી પ્રતાપ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, કુમારશાળાના વિદ્યાર્થીઓ, કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ, આજુબાજુના ગામોના યુવા વર્ગ, ગ્રામજનો તેમજ મહિલા મંડળોએ ઉત્સાહભેર હાજરી આપી.

વિશ્વ ગુરુ મૂવી વિશે:
વિશ્વ ગુરુ એક આધ્યાત્મિક અને પ્રેરણાદાયી ફિલ્મ છે, જે માનવ જીવનના ઉચ્ચતમ ધ્યેય અને આત્મજાગૃતિ તરફ માર્ગદર્શિત કરે છે. ફિલ્મમાં સદગુરુના ઉપદેશ, ભક્તિની મહત્તા, માનવતા અને સમાજસેવા જેવા વિષયો સુંદર રીતે રજૂ કરાયા છે. આ મૂવી સ્વર્વેદ ગ્રંથના આધ્યાત્મિક જ્ઞાનને જીવંત રૂપ આપે છે અને દર્શકોને જીવનમાં સાચી શાંતિ તથા સુખનો માર્ગ બતાવે છે.મૂવી દ્વારા દર્શકોને વિશ્વ ગુરુ વિશે પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક માહિતી મળી.
સૌએ એકમતથી જણાવ્યું કે આ ફિલ્મે આત્મજાગૃતિ, ભક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે નવી દૃષ્ટિ આપી.એક અઠવાડિયા સુધી દરરોજ સવારે અને સાંજે પ્રદર્શન યોજાયું, જેમાં કુલ 1551 દર્શકોએ લાભ લીધો. સમગ્ર આયોજન અને વ્યવસ્થા મિતુલ ડી ભાવસાર દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવી.આ અનોખું આયોજન દંડકવન આશ્રમના ગુરુભાઈઓના સહયોગથી વાંસદા વાસીઓને નિઃશુલ્ક (ફ્રી) પ્રવેશ આપીને શક્ય બન્યું, જે બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે
મૂવી દ્વારા “સ્વર્વેદ” વિષયક ઊંડો જ્ઞાન પ્રાપ્ત થયું. “સ્વર્વેદ”ના રચયિતા અમર હિમાલય યોગી અનંત શ્રી સદગુરુ સદાફલ દેવજી મહારાજ હતા, જેમનું યોગ અને જ્ઞાન માનવજીવન માટે અમૂલ્ય છે.
આ આયોજનમાં સહભાગી બનેલા દરેક ભક્તજન, યુવાશક્તિ અને સહયોગીઓને હૃદયપૂર્વક આભાર.વિહંગમ યોગ સદગુરૂ દેવ ભગવાન એ સ્વસ્થ જીવન નો માર્ગ છે
TODOY 9 SANDESH NEWS
અમિત મૈસુરિયા
