વાસદા દંડકવન આશ્રમ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરાઇ.

– વાંસદાના દંડકવન આશ્રમ ખાતે
એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવાયો યોગ દિવસ

સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે વાંસદા તાલુકાના દંડકવન આશ્રમ ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વાંસદા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાંસદા તાલુકાના દંડકવન આશ્રમ પર સવારે સામૂહિક યોગ સાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગપ્રેમીઓએ વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી. દરેક જિલ્લા પંચાયતના સીટ પર વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું
આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના મામલતદાર, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દિપ્તીબેન પટેલ, શિવેન્દ્રસિંહ સોલંકી , વાંસદા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા , વિરલભાઈ વ્યાસ , સામાજિક અગ્રણી ધર્મેન્દ્રસિંહ સોલંકી, રાજુ મોહિતે , મહેશ કુર્મી , આશ્રમ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી સામુહિક યોગમાં સહભાગી થયા હતા.

અમિત મૈસુરીયા-

  • TODAY 9 SANDESH NEWS

    Voice of Indian

    Related Posts

    વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

    વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

    વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

    વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!