
વાંસદા તાલુકામાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા પૂરને કારણે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને જોડતા લો લેવલ કોઝવે) અને માઇનોર બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા.
પાણીનો ધસમસતો પ્રવાહ ઉપરથી પસાર થવાના કારણે માર્ગો અને બ્રિજને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો હતો.ભારે વારસાદના કારણે વાંસદા ૪૯ થી વધુ રસ્તાઓ પરના લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ પર થયેલ વરસાદી પુરના પાણીના લીધે થયેલ ઓવરટોપીંગના કારણે થયેલ નુકશાનની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
ભારે વરસાદ દરમિયાન આ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે કોઝવેના કિનારેથી પ્રોટેક્શન વોલ અને ડામરનો રોડ ધોવાઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.પરંતુ રાહતની વાત એ છે કે, પૂરના પાણી ઓસરતા જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.
જેમ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, જેસીબી (JCB), રોલર અને અન્ય હેવી મશીનરી દ્વારા રોડ પર પડેલા ખાડાઓ પુરવા, ધોવાઈ ગયેલી માટી અને પથ્થરોની જગ્યાએ નવું મેટલિંગ કરવું અને પ્રોટેક્શન માટેનું તાત્કાલિક કામ હાથ ધરવામાં આવ્યું છે.
[કાર્યપાલક ઇજનેર (Executive Engineer) – માર્ગ અને મકાન વિભાગ] “વરસાદી પૂરના કારણે અમારા સબ-ડિવિઝન હેઠળ આવતા કેટલાક લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ પર ઓવરટોપિંગ થવાથી રસ્તાઓ ધોવાયા હતા. સ્થાનિક નાગરિકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે અમારી ટીમો રાત-દિવસ કામ કરી રહી છે. હાલ તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપીને અને મેટલિંગ કરીને એકમાર્ગીય વાહનવ્યવહાર શરૂ કરી દેવાયો છે. આગામી ૨૪ થી ૪૮ કલાકમાં તમામ મરામત પૂર્ણ કરી રસ્તા કરી ચાલુ દેવા કામગીરી ચાલુ કરી દેવાઈ.
તંત્રનો દાવો છે કે નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. જ્યાં સુધી કાયમી સમારકામ ન થાય ત્યાં સુધી કામચલાઉ રસ્તાઓ બનાવીને વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેથી ઈમરજન્સી સેવાઓ અને ગ્રામજનોની અવરજવર અટકે નહીં તે માટે ની કામગીરી હાથ ધરવામાં આવી.
વાંસદા તાલુકામાં કુલ ૪૯ રસ્તાઓ બંધ થયા હતા જેમાંથી આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ૨૦ રસ્તાઓ લોકો માટે ટ્રાફીકેબલ કરી દેવામાં આવ્યા છે. તથા ૨૧ રસ્તાઓ પર કામગીરી શરૂ છે તથા ૮ રસ્તાઓ પર ઓવરટોપીંગ હોય પાણી ઓસર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
વાંસદા તાલુકાના ગામજનો તથા પદાધિકારીઓએ વાંસદા પંચાયતના અધિકારીઓ તથા તેમની ટીમની તાત્કાલિક કામગીરીને બિરદાવી . તથાબધા ખરાબ થયેલ રસ્તાઓ તથા નાના કોઝવેના સ્થાને નવા રસ્તાઓ તથા નવા પુલોની માંગણી કરેલ છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
