
વાંસદા તાલુકાના કક્ષ ની ૭૦ મો અખિલ ભારતીય શાળા કીય રમતોત્સવ સ્પધૉ નો ઉત્સાહ ભેર પ્રારંભ.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આયોજિત ૭૦ મો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં અંતર્ગત વાંસદા તાલુકા કક્ષાની શાળાકીય રમત ગમત સ્પર્ધાઓ નો પ્રારંભ ભીનાર ની શ્રી સદગુરુ હાઇસ્કુલ ના આયોજન હેઠળ કુરેલીયા મેદાન ખાતે થયો હતો

આ સ્પર્ધા ઓ ૧૫ જુલાઈ થી ૧૮ જુલાઈ ,૨૦૨૬સુધી યોજાનાર છે જેમાં ખો ખો, કબડ્ડી , વોલીબોલ, સહિત ની વિવિધ રમતો નું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે ખો ખો ની સ્પર્ધાઓથી રમતોત્સવ નો પ્રભાવ થયો હતો, સ્પર્ધાના ઉદ્દઘાટન પ્રસંગ કુરેલીયા ગામ ના સરપંચ , ભીનાર ગામ ના સરપંચ , વિવિધ શાળાઓના ટીમ મેનેજર, કોચી, શિક્ષકો , અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સદગુરુ હાઇસ્કુલ ના આચાર્ય દિનેશ ભાઈ જે . પટેલે રમત વીરો ને પ્રરેણા દયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે રમત ગમત જીવનમાં શિસ્ત , આત્મવિશ્વાસ, ટીમ ભાવના અને નેતૃત્વ ના ગુણો વિકાસવે છે તેમણે તમામ ખેલાડી ઓ ને
ખેલદિલી થી રમવા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે બાદ નારિયેળ વધાવી રમતોત્સવ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો .
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
