ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી. પ્રિમોન્સૂન કામગીરી માં આળસ ખંખેરી ને તંત્ર કામગીરી કરશે કે કેમ ?

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી

નમેલા વીજપોલથી વાહન ચાલકો ઉપર ઉભુ થતુ જોખમ

ચિખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકના વિવિધ વિસ્તારોમાં રસ્તાની બાજુમાંથી પસાર થતી વીજપોલના વાયરો નમેલી અવસ્થામાં છે કે ગમે તે સમયે અકસ્માતો સર્જી શકે છે તેમજ ઠેર ઠેર ટ્રાન્ફોર્મેરો પર ઝાડી ઝાંખરાનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મોટાભાગે રાત્રિ દરમિયાન પાવરકટ થવાનું કારણ વીજ કંપની કામગીરીનો અભાવ તેમજ ગંભીર બેદરકારીનું પરિણામ છે તેમજ નમેલા વીજતારો તેમજ વીજપોલને કારણે ત્યાંથી પસાર થતા પશુ કે માનવી દુર્ઘટનાનો શિકાર બને તો નવાઈ નહીં.

દ.ગુ.વીજ કચેરીમાં સ્થાનિક

નાગરિક દ્વારા અરજી આપ્યા બાદ પણ કામગીરી કરાઈ નથી. કાર્યપાલક ઈજેનર સ્થળ તપાસ કરાવી ગ્રામજનોના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે. ઝાડી ઝાંખરાથી

લપેટાયેલા ટ્રાન્ફોર્મરો તેમજ નમેલા જીવંત વીજ વાયરોથી અકસ્માત થયા બાદ અધિકારીઓ માત્ર પંચનામુ કરવા આવશે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરશે એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ વીજ ટ્રાન્ફોર્મરો અને વીજપોલ નમી જતા જોખમી બન્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો પાસે સમયસર નાણાં તો વસુલ કરે છે પરંતુ ગ્રાહકોના પ્રશ્નો હલ થતા નથી તેમજ કમ્પ્લેન નંબર પર ફોન કરતા સંતોષકારક જવાબ મળતો નથી અને કલાકો સુધી નિરાકરણ થતું નથી. વીજકંપની પોતાની કામગીરી સમયસર કરવામાં વામળી પુરવાર થઈ રહી છે.

રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ચિખલી

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!