ચીખલી તાલુકા ના ફડવેલ બેઢીયા ફળીયા થી વાડી ફળીયા પ્રાથમિક શાળા થઇ ફડવેલ ઉમરકૂઇ સ્ટેટ હાઇવે ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ.

ફડવેલ બેઢીયા ફળીયા થી વાડી ફળીયા પ્રાથમિક શાળા થઇ ફડવેલ ઉમરકૂઇ સ્ટેટ હાઇવે ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ

રસ્તા ની મંજૂરી માત્ર કાગળ પર જ સ્થાનિક ચૂંટાયેલા નેતા ફરકતા પણ નથી.

ચીખલી તાલુકા ના ફડવેલ બેઢીયા ફળિયા થી વાડી ફળીયા પ્રાથમિક શાળા થઈ ફડવેલ ઉમરકૂઇ સ્ટેટ હાઇવે ને જોડતા રસ્તા પર મસમોટાં ખાડાઓ પડી જતા તથા કપચી બહાર નીકળી આવતા વાહનચાલકો ને અત્યંત હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

આ રસ્તો સ્ટેટ હાઇવે ને જોડતો હોવાથી વાંસદા તથા ચીખલી જવા માટે રાહદારી તથા વાહન ચાલકો ને અત્યંત ઉપયોગી હોય છે ત્યારે આ રસ્તો છેલ્લા ઘણાં સમયથી અત્યંત બિસ્માર હોવા છતાં વહીવટી તંત્રનો પેટનું પાણી પણ હાલતું નથી.વહેલી તકે આ રસ્તાની કામગીરી શરૂ કરી લોકોને પડતી હાલાકી દૂર કરે એવી માંગ ઉઠી છે. આ રસ્તા પર મસ મોટા ખાડા તથા કપચી બહાર નીકળી આવી હોવાથી વાહન ચાલક ફસડાઇ પડે છે તથા રસ્તો સાંકડો હોવાથી સામે થી મોટું વાહન આવી જાય તો ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તથા સ્કૂલ તથા કોલેજ માં જતા બાળકો ને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓને લઈ વાહન ને બગડવાના તેમજ ટાયર ફાટવા ના તથા વાહન ચાલકો ખાડાઓને લઈ પડી જવાથી માર્ગ અકસ્માત ના બનાવો પણ વધી રહ્યાં છે. અંદાજિત ૪ કિલોમીટર સુધીનો રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો તો ઠીક પણ પગપાળા જનારા લોકો માટે લોખંડના ચણા ચાવવા બરાબર છે.

સ્થાનિક રાજકારણીઓ આગળ આવી આ રસ્તાની કામગીરી કરાવી લોકભોગ્ય બનાવે એવી વાહનચાલકો માગ કરી રહ્યાં છે.

હાલમાં રસ્તાનું નવિનીકરણ કરવું અત્યંત જરૂરી આ સાથે સમયનો બગાડ પણ થઈ રહ્યો છે. અમે વારંવાર સ્થાનિક તંત્ર તંત્ર ને રજૂઆત કરવા છતાં મંજુર થઇ ગયો છે એવા ઉડાઉ જવાબ મળે છે પણ નવીનીકરણ ની તો વાત દૂર પણ સમાર કામ પણ થતું નથી વહેલી તકે આ રસ્તાનું નવિનીકરણ કરાય એવી અમારી ઉગ્ર માંગ છે

-. સ્થાનિક વાહન ચાલક

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ચીખલી

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી. પ્રિમોન્સૂન કામગીરી માં આળસ ખંખેરી ને તંત્ર કામગીરી કરશે કે કેમ ?

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી નમેલા વીજપોલથી વાહન ચાલકો ઉપર ઉભુ થતુ જોખમ ચિખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકના વિવિધ વિસ્તારોમાં…

વાસદા તાલુકા નું કુકડા ગામે પટેલ ફળિયામાં અવરજવર માટેનો જાહેર રસ્તો સરપંચ દ્વારા જ જે સી બી વડે 3 ફૂટ નું બન્ને બાજુ રસ્તાની વચ્ચે ખોદકામ કરી રસ્તો બંધ કરવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા.

વાસદા તાલુકા નું કુકડા ગામે પટેલ ફળિયામાં અવરજવર માટેનો જાહેર રસ્તો સરપંચ દ્વારા જ જે સી બી વડે 3 ફૂટ નું બન્ને બાજુ રસ્તાની વચ્ચે ખોદકામ કરી રસ્તો બંધ કરવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!