
વાંસદા તાલુકામાં ભાજપના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાતા,કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સવનો માહોલ સર્જાયો
: ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર તાલુકામાં કાર્યકર્તાઓમાં ભારે ઉમંગ, ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો
આ અવસર પર કાર્યકર્તાઓએ ભાજપના ધ્વજ સાથે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર મુલાકાત યોજી કાર્યકર્તાઓના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસને ઉત્સવરૂપ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠન પ્રત્યે નવી ઉર્જા તથા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના તા. 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી. દેશ સેવા, રાષ્ટ્રવાદ અને વિકાસના સિદ્ધાંતોને આધાર બનાવી શરૂ થયેલી પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી તરીકે વિકસિત થઈ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના વિચાર અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી દર્શનને આધારે પાર્ટી દેશના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહી છે.
આ પ્રસંગે કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવીએ છીએ. દેશ સેવા, રાષ્ટ્રવાદ અને વિકાસના મંત્ર સાથે પાર્ટી સતત આગળ વધી રહી છે.
આ પાવન અવસર પર કાર્યકર્તાઓના પરિશ્રમ, સમર્પણ અને સંઘર્ષને હૃદયપૂર્વક નમન કરી ‘સશક્ત ભારત – વિકસિત ભારત’ના સંકલ્પ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં તાલુકાના ભાજપ આગેવાનો, પદાધિકારીઓ તથા દિપ્તીબેન પટેલ, પ્રધ્યુમન સોલંકી, નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકી, વાંસદા તાલુકા સંગઠન ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા,રસિકભાઈ ટાંક વગેરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
