નવસારી જીલ્લા ના વાસદા તાલુકા ની સરકારી માધ્યમિક શાળા ચોરવણી નું ગૌરવ .                

નવસારી જીલ્લા ના વાસદા તાલુકા ની સરકારી માધ્યમિક શાળા ચોરવણી નું ગૌરવ.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યગિક વિભાગ હેઠળની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા નેશનલ સ્ટેમ ક્વિઝ 4. 0 નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ક્વિઝ અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ક્વિઝમાં ભાગ લીધો હતો.

જેમાં સરકારી માધ્યમિક શાળા ચોરવણી તા. વાંસદા જિ.નવસારીના 4 વિદ્યાર્થીઓ (1 ) વળવી માનવભાઇ વિજયભાઇ (2) પાલવા વિકીભાઇ ઇશ્વરભાઇ (3) વરઠા દર્શનાબેન સતિષભાઇ અને (4) ગાંગડા જયશ્રીબેન મન્યાભાઇ વિજેતા બની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો .જ્યાં નિયમાનુસાર 34 જિલ્લાના વિજે તા થયેલ વિદ્યાર્થીઓને ઓફ્લાઇન ક્વિઝ રમાડવામાં આવી હતી.

જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી શાળાનો વિદ્યાર્થી વળવી માનવભાઇ વિજયભાઇએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. અને હવે પછી રાજ્ય કક્ષાએ યોજાનાર નેશનલ સ્ટેમ ક્વિઝ 4. 0 માં વાંસદા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનાં વિજેતા થયેલ વિદ્યાર્થીને, માર્ગદર્શક શિક્ષકોને શાળાના આચાર્યશ્રી પ્રિયંકાબેન હિમંતસિંહ ચૌહાણ દ્વ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.શાળા સતત બીજા વર્ષે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરનાર હોવાથી શાળાને મળેલ સિધ્ધિ બદલ ગૌરવની લાગણી અનુભવી હતી

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત દિન પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ એ‌ સાંસ્કૃતિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!