બારડોલીની BABS હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ RNGPIT  શૈક્ષણિક સંસ્થા તાજપોરની મુલાકાત લીધી .

બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના ધોરણ 11ના આર્ટ્સ અને કોમર્સના કુલ 82 વિદ્યાર્થીઓ તથા આઈ.ટી., બેન્કિંગ અને કોમર્સના શિક્ષકો સાથે તાજપોર ખાતે આવેલ RNGPIT શૈક્ષણિક સંસ્થાની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું હતુ .આ મુલાકાત શાળાના આચાર્ય ચેતનાબેન જે. અઘેરાના માર્ગદર્શન હેઠળ આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને બેચલર વોકેશનલ એજ્યુકેશન અંગે માહિતગાર બનાવવાનો અને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે તેવા માર્ગદર્શન આપવાનો હતો.કાર્યક્રમની શરૂઆત RNGPIT સંસ્થાના પ્રોફેસરો દ્વારા શિક્ષકો સહિત વિદ્યાર્થી ઓને આવકાર સાથે મોમેન્ટો આપીને થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓને બેચલર વોકેશનલ અભ્યાસક્રમો ઉપરાંત સંસ્થામાં ચાલતા ડિગ્રી તથા અન્ય અભ્યાસક્રમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આઈ.ટી. વિભાગની નિષ્ણાત પ્રોફેસર નૂપુરબેન પાઠકે એઆઈ (AI) નું ઇતિહાસ તેમજ એઆઈ ભવિષ્યમાં કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી બની શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી. પ્રોફેસર રવિ સેન દ્વારા વોકેશનલ એજ્યુકેશનનું મહત્વ સમજાવવામાં આવ્યું. ત્યાર બાદ પ્રોફેસર ડો. વાની નાયરે પઝલ ગીત તથા કિએટીવ પ્રવૃત્તિ દ્વારા કાર્યક્રમને રસપદ બનાવ્યા હતા .પ્રોફેસર કેવિન શાહ તથા તેમની ટીમે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી અને તેમનું કાર્યવિસ્તાર સમજાવ્યો.અંતે વિદ્યાર્થીઓને વર્કશોપની મુલાકાત કરાવવામાં આવી અને તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી.કાર્યક્રમના અંતે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો. લતેશ બી. ચૌધરી સાથે મુલાકાત લઈ સંસ્થાને આભાર પાઠવવામાં આવ્યા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!