
બારડોલી તાલુકાની બારડોલી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત બી.એ.બી.એસ. હાઈસ્કૂલ, બારડોલી ખાતે તા. રજી ઓગસ્ટના રોજ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાના મહત્વને ઉજાગર કરવાનો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી, ત્યારબાદ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં પ્રાર્થના રજૂ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધાર્થી દ્વારા સંસ્કૃતમાં જ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકપાઠ, સુભાષિતોનું પઠન, મમ પરિચય, વક્તૃત્વ સ્પર્ધા,નાટક, ચિત્રાંકન, અને સંસ્કૃત પુસ્તકોનું પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી. સંસ્કૃત શબ્દ રમત દ્વારા રોજિંદા જીવનમાં વપરાતા શબ્દથી માહિતગાર થયા.
આ પ્રસંગે આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે.અધેરાએ સંસ્કૃત ભાષાના મહત્વ વિશે વાત કરી અને જણાવ્યું કે સંસ્કૃત માત્ર એક ભાષા જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે.
આ સમગ્ર કાર્યક્રમ માટે શાળાના સંસ્કૃત વિષયના શિક્ષકો રેખાબેન પટેલ, નીતાબેન પટેલ, મોનિકાબેન પટેલ અને હેમાંગીનીબેન દ્વારા વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને આપણી સંસ્કૃતિ પ્રત્યેની રુચિ વધે તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી અને રાષ્ટ્રગાન સાથે સમાપન કરાયું હતું .
TODAY 9 SAÑDESH NEWS
અમિત મૈસુરીયા
