આ રચના જેની પણ હોય, જેણે લખી છે એ વ્યક્તિને દિલથી ભાવપૂર્ણ પ્રણામ
જે લોકો પોતાના પરિવાર
માટે 22 વર્ષ થી 58 વર્ષ
કમાવવા માં વ્યસ્ત રહે છે
આજે તેમને સમર્પિત છે
આ નાનકડી રચના
કેવી રીતે 22 વર્ષ થી 58 વર્ષ
ની આ સફર પુરી કરી
ખબર જ ના પડી
શુ પામ્યા શુ ગુમાવ્યું
ખબર જ ન પડી
બચપણ ગયુ
ગઈ જવાની
ક્યારે પ્રોઢઃ થયા
ખબર જ ના પડી
કાલ સુધી તો દીકરો હતો,
ક્યારે સસરો થયો
ખબર જ ના પડી
કોઈ કહેતું ડફોળ છે
કોઈ કહતું હોશિયાર છે
શુ સાચું હતું
ખબર જ ના પડી
પહેલા માં બાપ નુ ચાલ્યું
પછી પત્ની નુ ચાલ્યું
પછી ચાલ્યું છોકરાઓ નુ
મારું ક્યારે ચાલ્યું
ખબર જ ના પડી
દિલ કહે છે હજુ જવાન છુ,
ઉમ્ર કહે છે સાવ નાદાન છુ
બસ આ જ ચક્કર માં કયારે
પગ ઘસાઈ ગયા
ખબર જ ના પડી
વાળ જતા રહ્યા
ગાલ લબડી ગયા
ચશ્માં આવી ગયા
કયારે સુરત બદલાઈ ગયી
ખબર જ ના પડી
કાલ સુધી કુટુંબ જોડે હતા
કયારે કુટુંબ વિખરાયો
કયારે નજીક ના દૂર ગયા
ખબર જ ના પડી
ભાઈ બહેન સગા સબંધી
ટાણે ત્યોહારે ભેગા મળે
ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી
ખબર જ ના પડી
જીંદગી ને જી ભરી જીવી લે
પછી ન કહેતો કે…………
ખબર જ ના પડી
પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી 58 વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !
સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !
જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! ‘ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!
માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા ‘ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા ‘ને આજે આટલા બચ્યા !!
ચાલો, જીવન જે “શેષ” બચ્યું છે,
તે “અવશેષ” બની જાય તે પહેલા
તેને “વિશેષ” બનાવી લઈએ !
“પાસબુક” અને “શ્વાસબુક” બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !
“પાસબુક” ને “રકમથી”, અને “શ્વાસબુક” ને “સત્કર્મથી”
એટલે જ
*`એકબીજાનું માન રાખો*
*`ભૂલોને ભૂલી જાવ*
*`ઈગો ને એવોઇડ કરો.*
*જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.*
નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે…
TODAY 9 SANDESH NEWS
