સુરત ખાતે રાજસ્થાનના બિઝનેસમેન વેપારીઓની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સર્વે રાજસ્થાની સમાજ ના પ્રવાસી બંધુ વેપારીઓ બધા હાજર હતા.

રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજસ્થાનના રાજ્યમંત્રી જોગા રામ પટેલ અને રાજસ્થાનના બિઝનેસ સેક્રેટરી સુરત ખાતે આવેલ હતા ત્યારે દક્ષિણ ગુજરાત ગુર્જર સમાજના આગેવાનોએ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા નો ભગવાન શ્રી દેવ નારાયણ માલાશેરી ડુંગરી ની તસવીર આપીને સ્વાગત કરયુ હતું એમાં નારાયણ લાલ ગુર્જર રતન સિંગ ગુર્જર ઉગમારામ ગુર્જર બુધરામ ગુર્જર બંટી ભાઈ ગુર્જર ભીમસિંહજી ભવર લાલજીનારાયણભાઈ કૈલાશ ભાઈ અને સમાજના અનેક ભાઈઓ દ્વારા એમનો સ્વાગત કરેલ હતો આના પછી મુખ્યમંત્રી ભજન લાલ શર્મા દ્વારા બધા વેપારી સાથે ટેબલ ટુ ટેબલ મીટીંગ કરી હતી અને રાજસ્થાનમાં નવો ઇન્ડસ્ટ્રીઝ વ્યવસાય ઉભો કરવા માટે બધા રાજસ્થાની પ્રવાસી વેપારીઓને આમંત્રણ આપેલ છે અને એમ જણાવેલ કે તમે ક્રમભૂમિમાં તો બિઝનેસ કરો છો અને હવે જન્મભૂમિમાં પણ બિઝનેસ કરો તમને રાજસ્થાનની સરકાર બધી સુવિધા પૂરી પાડશે રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા બધા જિલ્લામાં અતિરિકત જિલ્લા કલેકટર મૂકવામાં આવેલ છે તેઓ બિઝનેસમેન ને લાગતા તમામ કામ નું નિકાલ કરવા અને એમને લાગતી ફરિયાદને દૂર કરવા માટે અને સરળ વ્યવસાય થાય એમને બધી સુવિધા પૂરી પાડવામાં આવે સરકાર દ્વારા બિઝનેસમાં સબસીડી પણ આપવામાં આવશે પધારો મારે દેશનો નારો પણ એમને આપેલ છે અને આગળની એક જૂની કહાવત છે જહા ના પહોંચે રેલગાડી વહાં પહોંચે બેલગાડી અને જહા ના પહોંચે બેલગાડી વહાં પહોંચે મારવાડી બિઝનેસમેન મારવાડી સમાજ હંમેશા બિઝનેસ માટે તત્પર રહે છે આખા ભારતભરમાં અને વિદેશમાં રાજસ્થાની પ્રવાસીઓ એમની છાપ મૂકેલી છે

મુખ્યમંત્રી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના ઘરે મુલાકાત પણ કરી હતી અને સુરત વેસુ ખાતે આવેલ બાબા શ્યામ મંદિર મા દર્શન કરીને પછી જયપુર જવા માટે સુરત એરપોર્ટ રવાના થયા હતા જય જય ગરવી ગુજરાત પધારો મારે દેશ રાજસ્થાન

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા