
વાંસદા ભાજપ અગ્રણી કાર્યકર્તાઓ માં અનેરો ઉત્સાહ અને ઉમંગ
વાંસદાના ઐતિહાસિક ટાવર પાસે ગામના અગ્રણીઓએ નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે ઉત્સવ ઉજવ્યો. કાર્યક્રમમાં ખાસ આકર્ષણ એ હતું કે કેક એક વિકલાંગ ભાજપના અગ્રણી અને સિનિયર કાર્યકર્તા સુમનભાઈ ના હસ્તે કપાવામાં આવી, જે સમાજમાં સમાનતા અને સંવેદનાનું સંદેશ આપે છે.
ઉત્સવમાં ગામના મોટા ભાગના લોકો અને મોટી સંખ્યા ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ફટાકડા ફોડીને ઉત્સાહ વધાર્યો. ભારત માતા કી જય અને નરેન્દ્ર મોદીના નામનો ઉમંગ પ્રસંગને રોમાંચક બનાવતો રહ્યો.
કેક કાપનાર મુખ્ય વ્યક્તિ ભાજપના અગ્રણી અને સિનિયર કાર્યકર્તા સુમનભાઈ રહ્યા, જેમણે ઉત્સવને વિશેષ મહત્ત્વ આપ્યું.
આ પ્રસંગે સમગ્ર વાંસદા નગરમાં ખુશી અને ઉત્સાહની લાગણી વ્યાપી રહી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
