
વાંસદાના સંગીત પ્રેમીઓ દ્વારા ગાંધીમેદાન ખાતે સ્વર્ગસ્થ જયકિશનજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની યાદ માં મધુર હિન્દી ગીતોની રજૂઆત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

તા. 21 જૂનના રોજ વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન, વાંસદાના મિત્રો દ્વારા ગાંધીમેદાન ખાતે સ્વર્ગસ્થ જયકિશનજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સ્મરણ સાથે મધુર હિન્દી ગીતોની રજૂઆત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ પી. આઈ. ચાવડા સાહેબ તથા પદ્યુમનસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના પ્રમુખ હરદીપભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ મિનેશભાઈ શાહ, મયુર પારેખ, મહેશભાઈ પટેલ, નીરજભાઈ પારેખ, હરદીપભાઈ સગર, ઉમેશભાઈ મજમુદાર, જીજ્ઞેશભાઈ શાહ, પ્રીતિબેન મહિડા, મિત્તલબેન ગરાસિયા તથા પ્રીતિબેન પારેખ દ્વારા મધુર હિન્દી ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ ખૂબ માણી હતી.
સંગીતપ્રેમીઓના ઉત્સાહને વધુ પ્રગટ કરતા રાત્રિના સમયે પણ સંગીત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી ગીત-સંગીતની મોજ માણી હતી. આ રીતે વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી સંગીતમય વાતાવરણમાં આનંદ અને ઉમંગ સાથે સંપન્ન થઈ હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
