વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ના ગઢમાં ગાબડું પાડ્યું.

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું.

ઉનાઈ જિલ્લા પંચાયત સીટ પર ભાજપ નો વિજય.
ધવલભાઈ પટેલની કુશળ કામગીરીની અસર મતદારોનો મૂળ બદલાતા તા.પંચાયત ફરી ભાજપના કબ્જામાં આવી.

2021ની મતોની તુલનામાં 2026 ની ચૂંટણીમાં મતોને લઈ ધરખમ ફેરફાર 5050 મતો થી ભાજપ આગળ

વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપને 16 તો કોંગ્રેસને 12 બેઠકો મળી જિલ્લા પંચાયતમાં ભાજપને 4 બેઠકો તો કોંગ્રેસને 3 બેઠકો મળી.

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અથાગ પ્રયત્નો થી 2024ની તુલનાએ 27000 મતોનું ધ્રુવીકરણ મતદારો ભાજપ તરફ વળ્યા.

વાંસદા તાલુકામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં વાંસદા તાલુકામાં આ વર્ષે લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલની એન્ટ્રી થી વાંસદા તાલુકાના મતદારોના મૂળ બદલાયા અને વાંસદા તાલુકામાં ભાજપને તાલુકા પંચાયતમાં ખોબલે ખોબલે મતો મળ્યા.જેને લઈ વાંસદા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો તાલુકા પંચાયતમાં 2021ની તુલનામાં 2026માં ભાજપને એક સીટ વધુ મળી હતી તેમજ ભાજપના મતદારો પણ વધતા જોવા મળ્યા છે જેમાં 2021 માં ભાજપ – 47.71% તો કોંગ્રેસ – 49.75% અને 2026માં ભાજપ 49.47 % તો કોંગ્રેસ – 47.89% વાંસદા ભાજપ 2021 માં 2,862 મતો સાથે -2.04% થી પાછળ હતું.

ધવલભાઈ પટેલ દ્વારા વાંસદામાં બુલેટ ટ્રેનની ગતિએ વિકાસ ના કામો કરાવતા મતદારોની દિશા બદલાઈ વાંસદામાં ભાજપ 2021ની તુલનામાં 2026માં 2,188 મતો થી +1.58% થઈ મતોમાં ભાજપ આગળ નીકળતું જોવા મળી રહ્યું છે જેમાં વાંસદા નગરની સ્થાનિક જિલ્લા પંચાયતની તમામ 4 તાલુકા પંચાયત પર ઐતિહાસિક જીત, હાલમાં વાંસદામાં ભગવો લહેરાતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા દરેક કાર્યકર્તાઓ તેમજ વાંસદા તાલુકાનું કુશળ સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા.

વાંસદામાં તાલુકા કબજે કરવા માટે સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં 83 જેટલી સભાઓ યોજી .સાંસદ તરીકે વાંસદા તાલુકાની જનતા સાથે સતત સંપર્ક નાના માં નાના કાર્યકરો સાથે સતત સંપર્ક તેમની કાર્ય કરવાની કુશળતાના કારણે ભાજપ પ્રત્યે મતદારોનો વિશ્વાસ વધ્યો .

જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે સતત સંપર્ક એ દરમ્યાન દરેક ઉમેદવારોને ટેલિફોનિક પણ ચૂંટણીલક્ષી તમામ ગાઈડન્સ આપતા રહ્યા તેમજ દરેક ગામોમાં જઈ પાયાના કાર્યકરોને મળી પક્ષ દ્વારા મળેલી જવાબદારીનું ચુસ્તપણે પાલન કરી કાર્યકરોમાં જુસ્સો વધારવાનું મક્કમ કામ કર્યું હતું.

વાંસદા તાલુકામાં કોંગ્રેસની સામે ભાજપ દ્વારા સાંસદ તરીકે ધવલભાઈ પટેલને ઉતારતા વાંસદામાં બે વર્ષમાં કુશળ કામગીરી કરી મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળતા મેળવી,જેમાં ધવલભાઈ પટેલ દ્વારા 600 કરોડના કામો મંજુર કરાવી તમામ કામો શરૂ કરવામાં આવ્યા.

જેમાં રોડ,રસ્તા,પાણી તેમજ સરકારી સહાય લોકદરબારો યોજી પ્રજાના પ્રશ્નોને યુદ્ધના ધોરણે વાચા આપી તેમજ દરેક સમુદાયના લોકોની સુખાકારી માટે હંમેશા તત્પર તેમજ વિપક્ષ દ્વારા તાપી-રિવર લિક બાબતે ગેરમાર્ગે દોરતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા તાપી-રિવર લિંક પ્રોજેકટ સંપૂર્ણપણે નાબૂદ થયો હોવાનું અને સરકાર દ્વારા આવો કોઈ પ્રોજેકટ થવાનો નથી ની બાંહેધરી પણ આપી તેમજ વર્ષોથી ત્રણ જિલ્લાને જોડતો અંબિકા નદી પર વાટી – કાળાઆંબા બ્રિજની ઐતિહાસિક 16 કરોડની મંજુરી અને ખાતમહુર્ત ને સાંસદ ધવલભાઈ પટેલની કામ કરવાની કુશળતાને લઈ વાંસદા તાલુકાના મતદારો ભાજપ તરફ વળ્યાં હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો.

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો ભાજપ ના ગઢ ગણાતા બહેજ પંથક માં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બહેજમાં…

મતદાન કરો અને કરાવો તમારા પસંદગી ના ઉમેદવાર ને મત આપી વિજય બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!