ખેરગામ તાલુકા ના તોરણવેરા ગામ ની આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામા આવી.

ખેરગામ તાલુકા ના તોરણવેરા આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામા આવી

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આંગણવાડી કેન્દ્ર પર સંકલિત બાળ વિકાસ સેવાનાં તોરણવેરા સેજાની ૨૬ આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાની ઉજવણી સોમવારના રોજ ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયાના પ્રમુખપદે યોજાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડીકલ ઓફીસર ડો ચિરાગ ગાવિતે આરોગ્ય અને પોષણ બાબતે મનનીય વકતવ્ય આપતા કહ્યું હતું કે આજકાલના બાળકોમાં પેકેટ ફૂડ અને ઠંડા પીણાનો ચસ્કો લાગ્યો છે. એના કારણે બાળકોમાં સુગરનું પ્રમાણ ચિંતાજનકરીતે વધી રહ્યું છે. અને એમના આરોગ્ય માટે બહુ મોટી સમશ્યા બની શકે છે. આ સમય બાળકોના વાલીઓએ ચેતી જઈ બાળકોને આ બદીઓથી દુર રાખવાની જરૂર છે.
આંગણવાડીનાં કોઈ પણ કાર્યક્રમમાં હંમેશા હાજર રહી પ્રોત્શાહન આપતા ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયાએ કહ્યું હતું કે બાળકોના આરોગ્ય અને શિક્ષણનાં સરકારશ્રી તરફથી આવા પુરતા કાર્યક્રમો થતા રહે છે અને એમાં મારી હાજરી રહેતી જ હોય છે.
બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ જેવાં ટેક હોમ રેશન અને નાગલી અને જુવાર જેવા મીલેટસમાંથી બનાવાયેલ બિસ્કીટ,શીરો, મેથીના ભજીયા,નાગલીની કેક, ગોટા, સક્કરપારા જેવી વિવિધ ૪૦ જેટલી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, દરેક વાનગી દેખાવે નયનરમ્ય, પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને નંબરવન હતી. નિર્ણાયકો માટે પણ વિજેતા વાનગીનો ક્રમ આપવા માટે મૂંઝવણ થઇ હતી.
મીલેટસ વિભાગમાં પાટી નિશાળ ફળિયા કેન્દ્રને નાગલીની કેક માટે પ્રથમ ક્રમ , જુવારના લોટમાંથી ગોટાની વાનગી માટે પાટી દિગ્ધા ફળિયા કેન્દ્રને બીજો અને શક્કરપારા માટે જામનપાડા મંદિર ફળિયા કેન્દ્રને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો.

ટેકહોમ રેશન માંથી બાળશક્તિમાથી બિસ્કીટ બારી ફળિયા કેન્દ્ર તોરણવેરાને પહેલો, માતૃ શક્તિમાંથી શીરાની વાનગી માટે દુકાન ફળિયા કેન્દ્ર પાણીખડક ને બીજો અને પૂર્ણા શક્તિમાંથી મેથીનાં ભાજીયાની વાનગીને ત્રીજો ક્તમ આપવામાં આવ્યો હતો.

નિર્ણાયકોમાં ડો ચિરાગ ગાવિત, સુનીલભાઈ દભાડીયા, સરપંચશ્રી તોરણવેરા અને મહેન્દ્રભાઈ પટેલ પ્રાથમિક શાળા તોરણવેરાએ સેવા આપી હતી.
આ કાર્યક્રમ માટે સીડીપીઓ દક્ષાબેન ઠક્કરનું માર્ગદર્શન મળ્યું હતું. સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન અને તોરણવેરા સેજાની તમામ આંગણવાડી વર્કર બહેનો હાજર રહી ઉત્શાહથી ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ હીરલબહેને કરી હતી.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ખેરગામ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નવસારી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવો વિવાદ શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલી બાબતે જી. કલેક્ટર ને આપ્યુ આવેદનપત્ર.

ગણદેવી તાલુકાની સોનવાડી પ્રાથમિક શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલીથી વિવાદ DPEO કરતા DDOની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો.??? સોનવાડી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો પર કિન્નાખોરી રાખી કામગીરી…

શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!