મહેસાણા વિસનગર માં આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજ માં અભ્યાસ કરતી ચિખલી ના રૂમલા ની વિદ્યાર્થિની એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હોવાની લોકચર્ચા.

મહેસાણા વિસનગર માં આવેલી. મર્ચન્ટ નર્સિંગ કોલેજ માં અભ્યાસ કરતી ચિખલી ના રૂમલા ની વિદ્યાર્થિની એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ચર્ચા.

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક ઘટના સામે આવી છે.જેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતક વિદ્યાર્થીની અસ્મિતા પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામની વતની હતી અને તે BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની વિગત મુજબ વિદ્યાર્થીની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર A-208માં રહેતી હતી.

નર્સિંગ કોલેજની પરીક્ષા ગઈકાલે જ પૂર્ણ થઈ હતી. જેના કારણે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા અને રૂમમાં તે સમયે કોઈ હાજર નહોતું. આ તકનો લાભ લઈ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યા હતા વાત પવન વેગે ફરી.

સફાઈ કર્મીએ દરવાજો તોડીને જોયું તો યુવતી દોરડે લટકતી હતી.

હોસ્ટેલનો સફાઈ કર્મીએ રૂમ સાફ કરવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ . અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી શંકા જતાં દરવાજો તોડીને અંદર જોયું તો યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત જ કોલેજ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. કયા કારણ સર પગલું ભર્યું એતો તપાસ દરમ્યાન જ ખબર પડશે

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ચિખલી

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ભાઠેલ ફળિયામાં ઘર માં આગ લાગતા ઘરવખરી પણ બળીને ખાખ.

વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ભાઠેલ ફળિયામાં નિલેશભાઈ બુધાભાઈ પટેલ ના ઘરે આગ લાગી હતી. જેમાં નિલેશભાઈ નું ઘર ભસ્મી ભૂત થઈ ગયું હતું.ઘરની મોટાભાગ ની વસ્તુ બળીને ખાખ થઈ ગયી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!