વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે.
વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

વિહંગમ યોગ સંત સમાજ દ્વારા વાંસદા તેમજ આજુબાજુના ગામોના તમામ ભક્તજનોને આ પવિત્ર પ્રસંગે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તા. 16 એપ્રિલ, ગુરુવારના રોજ વાંસદા ગામે ગાંધી મેદાન થી દંડકવન આશ્રમ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ઢોલ-નગારા સાથે ભક્તિમય માહોલ સર્જાશે તથા ફૂલોની પુષ્પવર્ષા દ્વારા આચાર્ય પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. સાંજે સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ દ્વારા દિવ્ય વાણી નું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 17 એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 10:00 વાગ્યે 1100 કુંડીય વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ યોજાશે. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે સંત શ્રી નામદેવજી મહારાજની સંતવાણી અને રાત્રે 10:00 વાગ્યે પરમ પૂજ્ય સદગુરુ શ્રી સ્વતંત્રદેવજી મહારાજ દ્વારા અમૃતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ નાસ્તો તથા બપોરે અને સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા રહેશે.
આ પવિત્ર મહોત્સવનો લાભ લેવા માટે તમામ ભક્તજનોને વિનંતી છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવો.

સ્થળ: દંડકવન આશ્રમ, વાસિયા તળાવ, તા. વાંસદા, જી. નવસારી

TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!