
વાંસદા તાલુકાના મોટીભમતી ગામનું ગૌરવ
વાંસદા,
નવસારી જિલ્લાના મોટી ભમતી ગામનું યુવા ધન ડૉ.વિજયભાઈ દેવલભાઈ ની આર્મી ઓફિસર ટ્રેનિંગ એકેડમી કામ્પ્ટી નાગપુર, મહારાષ્ટ્ર ખાતે OTA , માં PRCN તાલીમ કોલેજમાં NCC ના ANO’s માટે 90 દિવસની કઠોર તાલીમ યોજાઈ હતી.
આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને તેવો નિયુક્ત કોલેજ શ્રી સી.પી. ડીગ્રી કોલેજ રાજપીપળા નર્મદા ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજયભાઈ ડી. પટેલ ને ખભે બે સ્ટાર લેફ્ટેનન્ટ (Lt.) નો ગૌરવમય દરજ્જો પ્રાપ્ત થયો છે.
વિશેષ માં Lt.(ડૉ.) વિજયભાઈ ડી. પટેલ એક સફળ R.D.C CAMP, NEW DELHI,હિમાલયા ટ્રેકર, સાહસિક પ્રવૃતિઓ તાલીમો ની પણ નિપૂણતા પ્રાપ્ત કરેલ છે.
આ સિદ્ધિ વ્યક્તિગત ગૌરવ નથી, પરંતુ સમગ્રયુવા વર્ગ,કોલેજ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
તેમને ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના પ્રિન્સિપાલ ડૉ.પી.વી.આચાર્ય, ડૉ. કે.જી.ગોહિલ , સરસ્વત સ્ટાફ મિત્રો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, સાથે તેમના માટે વધુ સફળતા, સ્વાસ્થ્ય અને ઉજ્જવળ કારકિર્દી ના અભિનંદન પાઠવવામાં આવ્યાં.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
