નવસારી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવો વિવાદ શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલી બાબતે જી. કલેક્ટર ને આપ્યુ આવેદનપત્ર.

ગણદેવી તાલુકાની સોનવાડી પ્રાથમિક શાળાના બે શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલીથી વિવાદ DPEO કરતા DDOની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો.??? સોનવાડી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો પર કિન્નાખોરી રાખી કામગીરી ફેરફારનું રૂપાળું નામ આપી નિયમ વિરુદ્ધ તાલુકા બહાર બદલી…

નવસારી જિલ્લાના શિક્ષણ જગતમાં એક નવો વિવાદ છેડાયો છે. જિલ્લાની સોનવાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકોની તાજેતરમાં કરવામાં આવેલી બદલીને લઈને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આરોપ છે કે આ બદલીઓ પ્રવર્તમાન બદલીના નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી છે.
પ્રાથમિક શિક્ષકોની બદલી માટે રાજ્ય સરકારની સ્પષ્ટ બદલી નીતિ અમલમાં છે. તેમ છતાં, સોનવાડી શાળાના આ બે શિક્ષકોના કિસ્સામાં આ નિયમોને નેવે મૂકીને તાલુકા બહાર ઓર્ડર કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

.DDOની શંકાસ્પદ ભૂમિકા: સામાન્ય રીતે શિક્ષકોની બદલીની પ્રક્રિયામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) મુખ્ય જવાબદારી નિભાવતા હોય છે. પરંતુ આ કિસ્સામાં DPEO કરતા જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ વધુ સક્રિય રસ દાખવીને આ બદલીઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારની સીધી દરમ્યાનગીરીને કારણે શિક્ષણ વિભાગના આંતરિક માળખામાં પણ ગણગણાટ શરૂ થયો છે. નિયમ મુજબ ઓનલાઈન બદલી કેમ્પ કે વહીવટી જરૂરિયાત વગર કરવામાં આવેલી આ બદલી પાછળ કોઈ ખાસ હેતુ હોવાની શંકા સેવાઈ રહી છે.શિક્ષણ આલમમાં રોષ:નિયમ વિરુદ્ધ થયેલી આ કાર્યવાહીને કારણે અન્ય શિક્ષકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે

જે બાબતે 06/04/26 ના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, નવસારીના હોદ્દેદારો દ્વારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવા માં આવ્યુ..જો ઉચ્ચ સ્તરેથી આ બાબતે તપાસ કરવામાં આવે તો બદલી પાછળના ખરા કારણો બહાર આવી શકે તેમ છે. હાલમાં આ ઘટના નવસારી જિલ્લા પંચાયત અને શિક્ષણ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે.

TODAY 9 SANDESH NEWS . 6357031583 / 9974263350

today9sandesh23@gmail.com

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત દિન પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ એ‌ સાંસ્કૃતિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!