વાસદા તાલુકા નું કુકડા ગામે પટેલ ફળિયામાં અવરજવર માટેનો જાહેર રસ્તો સરપંચ દ્વારા જ જે સી બી વડે 3 ફૂટ નું બન્ને બાજુ રસ્તાની વચ્ચે ખોદકામ કરી રસ્તો બંધ કરવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા.

વાસદા તાલુકા નું કુકડા ગામે પટેલ ફળિયામાં અવરજવર માટેનો જાહેર રસ્તો સરપંચ દ્વારા જ જે સી બી વડે 3 ફૂટ નું બન્ને બાજુ રસ્તાની વચ્ચે ખોદકામ કરી રસ્તો બંધ કરવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા.

– કુકડા ગામના પટેલ ફળિયાના સ્થાનિકોનું કેવું છે કે સરપંચ વર્ષાબેન મુનેષભાઈ ગામીત સ્થળ પર હાજર રહી તેમના માણસો સાથે રસ્તા ના બંને બાજુનું ખોદકામ કરાવ્યું છે. આ રસ્તો બંધ કરવાના કારણે જાહેર માર્ગ ના વાહન ચાલકો,અને બાળકોએ શાળાએ જવા માટે કેવી રીતે જવુ એ મોટો સવાલ ઉભો કર્યો છે અને બીમાર વ્યક્તિને દવાખાના સુધી કેવી રીતે પહોચવુ કારણ કે ઈમરજન્સી માં 108 પણ રસ્તા ના કારણે આવી નથી શકતી., અવરજવર માટેની ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. _

ગ્રામજનોનું કેવું છે કે જો નવો રસ્તો મંજૂર થયો હોય તો સરપંચ વર્ષાબેનને શું કામ રસ્તા નું ઊંડું ખોદકામ કરાવ્યું હશે?આ ખોદકામ ના કારણે નલ સે જલ યોજના ના પાણીના પાઇપો પણ તૂટ્યા છે .

સરકાર ના વિકાસના કામોમાં શું કામ અવરોધ બની રહ્યા છે સંરપચ.?

આ જાહેર રસ્તો કોઈ અધિકારીની પરવાનગીથી ખોદકામ કરી બંધ કરવામાં આવ્યો છે કે સરપંચે પોતાની મનમાનીથી કે અંગત અદાવત ના કારણે ખોદકામ કરાવી રસ્તો બંધ કરાવ્યો છે એ ઉચ્ચ અધિકારી માટે તપાસનો વિષય બન્યો છે.અને રસ્તો મંજુર થયો હોય તો વિકાસ ના કામ માં વિલંબ કેમ?

હાલ ખોદકામ કરેલો રસ્તો માટી પુરાણ કરી અવરજવર માટે ખુલ્લો કરવામા આવે એવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

TODAY 9 SANDESH NEWS

:રીપોર્ટ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી તાલુકા ના ફડવેલ બેઢીયા ફળીયા થી વાડી ફળીયા પ્રાથમિક શાળા થઇ ફડવેલ ઉમરકૂઇ સ્ટેટ હાઇવે ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ.

ફડવેલ બેઢીયા ફળીયા થી વાડી ફળીયા પ્રાથમિક શાળા થઇ ફડવેલ ઉમરકૂઇ સ્ટેટ હાઇવે ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ રસ્તા ની મંજૂરી માત્ર કાગળ પર જ સ્થાનિક ચૂંટાયેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!