વાંસદા તાલુકા ના ઉનાઈ ની શ્રી જનતા હાઈસ્કૂલમાં વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફ્રિક નિવારણ જાગૃતિ કાર્યક્રમ PSI સી. એલ મોહિત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો .

વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ઉનાઈની જનતા હાઈસ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો .ઉનાઈ:વાંસદા તાલુકાની શ્રી જનતા હાઈસ્કૂલમાં વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફ્રિક નિવારણ જાગૃતિ કાર્યક્રમ PSI સી. એલ મોહિત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો .

શાળાકક્ષાથી જ વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોથી વાકેફ થાય અને જીવનમાં ઉપયોગી બનાવે તેવા ઉમદા વિચારો સાથે શ્રી જનતા હાઈસ્કૂલ ઉનાઈના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો હતો

કાર્યકમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી કરવામાં આવ્યું હતુંશાળાના ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઈ પટેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર પ્રવચન આપ્યું હતું

PSI સી એલ મોહિત તથા હેતલબેન તથા રવિભાઈને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.સૌપ્રથમ પોલીસ કર્મચારી હેતલબેન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરી સારા નાગરિક બનવાની વાતો કરી હતી તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના નિવારણ કરી સહાયતા કરવાની વાત પણ કરી હતી હેલ્મેટનું મહત્વ ,સમય કરતા પહેલા નીકળી સાવચેતીથી વાહન ચલાવી જીવન સુરક્ષિત કરવાની પણ જવાબદારી તમારા હાથમાં જ છે સરળ શબ્દો માં સમજાવ્યા હતા .

પોલીસ કર્મચારી રવિભાઈ એ રસ્તા – અકસ્માત નિવારણના ઉપાયો બતાવ્યા અને ટ્રાફિક નિયમો અને રોડ ના સૂચિત ચિહ્નો ના સંકેત વિશે વિસ્તૃત સમજણ આપી હતી
પીએસઆઈ સી.એલ મોહિતે બાળકોને ભણતર સાથે ગણતર ની વાતો કરી વાહન ચલાવતી વખતે જે બાબતોનું કાળજી અને સાવચેતી રાખવી જોઈએ તે અંગેનું ધ્યાન દોર્યું હતું તેમજ બાળકોના દરેક પ્રશ્નોના નિરાકરણ માટેના બાંહેધરી આપી પોલીસ ટીમ તમારી સાથે જ છે અને હંમેશા મદદ કરવાની તત્પરતા બતાવી હતી

વિદ્યાર્થીઓને જે ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન પૂરું પાડ્યું તેવા વાંસદા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓનો આભાર શાળાના શિક્ષિકા રક્ષાબેન સોલંકીએ શાળા પરિવાર વતી વ્યક્ત કર્યા હતા .

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

વાસદા તાલુકા ના રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો.

રંગપુર પ્રાથમિક શાળામાં 77મો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો રંગપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે સવારે તથા સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!