
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વલસાડ વિભાગ ખાતે 32 કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો.

નિગમ ના ડી સી, ડી એમ ઇ, ડીટીઓ વિભાગ ની મુખ્ય કચેરીના વરિષ્ઠ અધિકારી વિભાગીય નિયામક શ્રી એસ. પી. માત્રોજા નાં અધ્યક્ષ સ્થાને આ એસ ટી વિભાગ દ્વારા વિદાય સંભારભ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ દ્વારા દરેક કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા.

એસ ટી સ્ટાફ ના દરેક વિભાગ ના સ્ટાફ દ્વારા સ્મૃતિ ભેટ આપી દરેક નિવૃત કર્મચારી ને શુભકામના પાઠવી. એમના કાર્ય નો સમય એસ ટી ને આપી પોતાની ફરજ નિભાવી 30 જૂન ના દિવસે નિવૃત થયા. આ કાર્યક્રમ માં નિવૃત કર્મચારીઓ ના પરિવાર ના સભ્યો પણ હાજર રહયા હતા


મહેશભાઈ ચૌહાણ, સુરેશભાઈ દેશમુખ, લક્ષ્મણભાઈ ગાંવિત, દિનેશભાઈ પટેલ, સરમુખભાઈ પટેલ, અશોકભાઈ પટેલ આ કર્મચારી ઓએ 58 વર્ષની ઉંમરે એસ.ટી નિગમ માંથી નિવૃત્તિ લીધી હતી.

નિવૃત્ત કર્મચારીઓના પરિવારો ના સભ્યો કર્મચારીઓનું ફૂલહાર પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. પરિવાર ના સભ્યો તથા કર્મચારીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ અને નિવૃત્ત કર્મચારી અને પરિવારોની આભાર વિધિ તનવીર બાબુલ ખેર દ્વારા કરવામાં આવી હતી

નિવૃત્ત કર્મચારીઓના પરિવારો ના સભ્યો કર્મચારીઓનું ફૂલહાર પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા .
